ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : રસ્તા પર પાણી જોઇ બ્રેક મારતા બાઇક નમી, ચાલકનું મોત

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા વડુ પોલીસ મથક વિસ્તારમાં વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાયું હતું .તે જોતા પુરપાટ જતા બાઇક ચાલકે બ્રેક મારી હતી. જેથી બાઇક નમી ગઇ હતી. આ ઘટનામાં ચાલકને માથાના ભાગે મુઢ માર વાગ્યો હોવાનું...
10:41 AM Aug 10, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા વડુ પોલીસ મથક વિસ્તારમાં વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાયું હતું .તે જોતા પુરપાટ જતા બાઇક ચાલકે બ્રેક મારી હતી. જેથી બાઇક નમી ગઇ હતી. આ ઘટનામાં ચાલકને માથાના ભાગે મુઢ માર વાગ્યો હોવાનું મનાઇ રહ્યું છે. ઘટના બાદ ચાલક બેભાન અવસ્થામાં હતો. ત્યાર બાદ તેને 108 મારફતે હોસ્પિટલમાં લઇ જવામાં આવતા તબિબોએ મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે ભાઇએ ભાઇ પર પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વરસાદ પડતો હતો

વડુ પોલીસ મથકમાં કલ્પેશભાઇ દલપતભાઇ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ કોન્ટ્રાક્ટમાં હેલ્પર તરીકે કામ કરે છે. તાજેતરમાં તેમના ભાઇ ગોપાલે તેમના નામે બાઇક લીધી છે. જેનો ઉપયોગ તે કરતો હતો. હાલમાં બંને ભાઇઓને કંપનીમાં રજા હોવાથી તેઓ બહેનને મળવા માટે નિકળ્યા હતા. બાદમાં પરત આવી ગયા હતા. જે બાદ ઘરનો સામાન લેવા માટ બંને ભાઇઓ બાઇક પર નિકળ્યા હતા. સાંજે સાત વાગ્યાના અરસામાં બંને નિકળ્યા, દરમિયાન વરસાદ પડતો હતો. અડધો કલાક રસ્તા પર રાહ જોયા બાદ વરસાદ બંધ થઇ ગયો હતો.

નજીકમાં હાજર મિત્રો દોડી આવ્યા

જે બાદ રાત્રે 8 વાગ્યાના અરસામાં શાહપુરા ભાથુજી મંદિર પાસે આવતા બાઇક પુર ઝડપે ગોપાલ દ્વારા હંકારવામાં આવી હતી. તેવામાં રસ્તા પર પાણી ભરાયેલું જોતા બાઇકને બ્રેક મારીને ધીમી પાડતા તે નમી ગઇ હતી. જેથી બંને રોડ પર પડી ગયા હતા. અને કલ્પેશભાઇ પર બાઇક પડી હતી. આ વખતે તેને કોઇ ઇજા થઇ ન્હતી. અને ગોપાલ ભાઇને માથામાં મુઢ વાર વાગ્યો હતો. જેથી તેઓ રોડ પર પડી રહ્યા હતા. બાદમાં નજીકમાં હાજર મિત્રો દોડી આવ્યા હતા. ત્રણ મિત્રો દ્વારા ગોપાલ ભાઇને રોડ પરથી ઉંચકીને બાકડા પર સુવાડ્યા હતા. તે સમયે તેઓ બેભાન હતા, અને કંઇ બોલતા ન્હતા.

ભાઇએ ભાઇ સામે નોંધાવી ફરિયાદ

બાદમાં ગોપાલ ભાઇને 108 મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબિબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે ફરિયાદીએ પોતાના ભાઇ ગોપાલ સોલંકી પર વડું પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : રીલ્સના ચક્કરમાં ત્રણ સવારી બાઇક પર સીન સપાટા

Tags :
bikebreakfallLifelostonpoliceriderRoadstationVadodaraVadu
Next Article