Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મધરાત્રે 7 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો

VADODARA : કોલ મળતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને ત્રીજા પ્રયત્ને ગાળિયો ફસાવીને મગરને સલામત રીતે રેસ્ક્યૂ કર્યો હતો
vadodara   મધરાત્રે 7 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો

VADODARA : વડોદરા (VADODARA) માં નવા વર્ષની ઉજવણી ટાણે મગર રહેણાંક વિસ્તારમાં નીકળવાની ઘટનાનો સિલસિલો ચાલુ છે. ગત મોડી રાત્રે શહેરના વડસર વિસ્તારમાં મગર (CROCODILE) આવી ચઢ્યો હતો. આ વાતની જાણ સ્થાનિકોને થતા તેમણે તુરંત મગર રેસ્ક્યૂ (CROCODILE RESCUE) કરવા માટે એનજીઓને જાણ કરી હતી. રેસ્ક્યૂ કોલ મળતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને ત્રીજા પ્રયત્ને ગાળિયો ફસાવીને મગરને સલામત રીતે રેસ્ક્યૂ કર્યો હતો. આ મગરનું રેસ્ક્યૂ કર્યા બાદ તેને સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો.

Advertisement

વગર વરસાદે મગર નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે

વડોદરામાં માનવ વસ્તી અને મગર નજીક નજીકમાં વસવાટ કરે છે. ખાસ કરીને ચોમાસાની રૂતુમાં મગર માનવ વસવાટ નજીક જોવા મળતા હોય છે. જો કે, વડોદરામાં વન્યજીવોને રેસ્ક્યૂ કરવા માટે એનજીઓનું એક્ટીવ નેટવર્ક હોવાના કારણે માનવો સાથે ઘર્ષણની ઘટનાઓ ઓછા પ્રમાણમાં બનતી હોય છે. ત્યારે હવે તો છેલ્લા કેટલાય સમયથી વગર વરસાદે મગર નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. ગતરાત્રે શહેરના વડસર રોડ વિસ્તારમાં 7 ફૂટનો મગર રોડ સાઇડમાં જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ પેંસી જવા પામ્યો હતો.

ગાળિયો કસવા માટે બે વખતના પ્રયત્નો નિષ્ફળ રહ્યા

ત્યાર બાદ રેસ્ક્યૂ માટે શ્રી સાંઇ દ્વારકા માંઇ ચેરીટેબલ ટ્રસ્ટના વોલંટીયર્સને ફોન કર્યો હતો. ત્યાર બાદ ટ્રસ્ટનો વોલંટીયર્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. એક તબક્કે મગર ગાડીની નીચે જતો રહ્યો હતો. અને તેનું મોઢું માત્ર બહાર હતું. તેવામાં તેના પર ગાળિયો કસવા માટે બે વખતના પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. ત્યાર બાદ ત્રીજા પ્રયત્ને સફળતા મળી હતી. દોઢ કલાકની મથામણ બાદ મગરને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. મગરને સલામત રીતે રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. મગરનું રેસ્ક્યૂ થતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : દિપાવલી પર્વ પર મહારાષ્ટ્રીયન પરિવારે શિવાજીનો અભેદ્ય કિલ્લો બનાવ્યો, જાણો મહત્વ

Advertisement
Tags :
Advertisement

.