VADODARA : ફતેગંજમાં મોલ બહાર ઝાડની મોટી ડાળખી પડી, લારીને નુકશાન
VADODARA : આજે સવારથી જ વડોદરા (VADODARA) માં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. તેવામાં શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સેવન સીઝ મોલ બહાર ઝાડની મોટી ડાળ પડી છે. જેમાં લારીને નુકશાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. નજરે જોનારે મીડિયાને જણાવ્યું કે, મોટા અવાજ સાથે ડાળખી પડી હતી. જેમાં સમયસુચકતાથી રીક્ષા ચાલકનો બચાવ થયો હતો. હાલ ફતેગંજ મેઇન રોડ પર અડધો-અડધ રસ્તા પર ડાળખી પડી રહી છે. ફાયરના લાશ્કરો આવીને આગળની કાર્યવાહી હાથ ધરશે તેવું સુત્રો જણાવી રહ્યા છે.
મોટા અવાજ સાથે ડાળખી પડી
વડોદરામાં આજે સવારથી જ પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડી રહ્યો છે. તેવામાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા છે. ત્યારે પવન ફૂંકાવવાની સાથે અનેક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટના સામે આવી છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સેનવ સીઝ મોલ બહાર ઝાડની મોટી ડાળખી રોડ પર પડી છે. આ ડાળખી પડવાથી નીચે લારી દબાઇ ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. નજરે જોનારે મીડિયાને કહ્યું કે, મોટા અવાજ સાથે ડાળખી પડી હતી. જેમાં સમયસુચકતાથી રીક્ષા ચાલકનો બચાવ થયો હતો. હાલ ફતેગંજ મેઇન રોડ પર અડધો-અડધ રસ્તા પર ડાળખી પડી રહી છે. જેને ફાયર વિભાગના લાશ્કરો દુર કરશે તેમ જાણવા મળી રહ્યું છે.
ત્રણ ગાડીઓ દબાઇ ગઇ
તો બીજી ઘટનામાં ફતેગંજ વિસ્તારમાં સુખશાંતિ એપાર્ટમેન્ટ, પરીખ એપાર્ટમેન્ટ અને નેપ્ચ્યુન એપાર્ટમેન્ટ તરફ જતા રસ્તા પર મોટું ઝાડ પડતા ત્રણ ગાડીઓ દબાઇ જવા પામી છે. રોડ સાઇડમાં ઝાડ નીચે પાર્ક કરેલી ત્રણ ગાડીઓને મોટું નુકશાન પહોંચ્યું છે. ત્યારે સ્થાનિકોને ચિંતા વધી છે. તો બીજી તરફ આ રોડ પર અવર-જવર બંધ કરી દેવાની ફરજ પડી છે. સાથે જ પ્રથમ માળે આવેલા મકાનની રેલીંગને પણ મોટું નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કિસ્સામાં પણ વધુ કાર્યવાહી માટે પાલિકાના ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો છે. સાથે જ વિજ કંપનીને પણ જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : વરસાદની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, એક તરફ ગરનાળુ બંધ