Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હેલ્મેટ વગર ચાલુ બાઇકે ફોન પર વાત કરતો ટ્રાફીક જવાન સોશિયલ મીડિયામાં છવાયો

VADODARA : એક તબક્કે બાઇકની આગળની બાજુમાં મુકેલી બેગ છટકીને પડવા જાય છે. જે તુરંત તે બાઇકનું ગમે તેમ બેલેન્સ કરીને સાચવી લે છે.
vadodara   હેલ્મેટ વગર ચાલુ બાઇકે ફોન પર વાત કરતો ટ્રાફીક જવાન સોશિયલ મીડિયામાં છવાયો
Advertisement

VADODARA : વડોદરા ટ્રાફીક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા હેલ્મેટ માટેની સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં ચાલુ બાઇકે ટ્રાફીક પોલીસના જવા દ્વારા હેલ્મેટ વગર સવારી કરીને એક હાથે મોબાઇલ પર વાત કરવામાં આવી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ (SOCIAL MEDIA VIRAL VIDEO) થવા પામ્યો છે. જેને લઇને હવે લોકો પુછી રહ્યા છે કે, આ પોલીસ જવાન સામે કયા કયા નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ આ વીડિયો વડોદરાના માંજલપુર વિસ્તારના અવધૂત ફાટક પાસેનો હોવાનું અનુમાન છે.

તેણે હેલ્મેટ પહેર્યું નથી

સડક સુરક્ષાને લઇને વડોદરા ટ્રાફીક પોલીસ દ્વારા સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. પરંતુ લોકોને હેલ્મેટનું જ્ઞાન આપવા તત્પર બનેલી ટ્રોફીક પોલીસ, તેમના જ જવાનો સુધી આ જાગૃતતા પહોંચાડવામાં નિષ્ફળ રહી હોવાની સાબિતી આપતી ઘટના સામે આવી છે. વડોદરામાં એક ટ્રાફીક જવાનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ટ્રાફીક પોલીસની વર્ધીમાં જવાન બાઇક પર જઇ રહ્યો છે. તેણે હેલ્મેટ પહેર્યું નથી. તેના એક હાથમાં સ્ટીયરીંગ અને અન્ય હાથમાં મોબાઇલ છે. જેના પર તે કોઇની સાથે વાતો કરી રહ્યો છે.

Advertisement

સામાન્ય માણસની જેમ ટ્રાફીક જવાનને પણ દંડ મળવો જોઇએ

દરમિયાન રસ્તામાં એક એવો તબક્કો આવે છે, ત્યાં તેની બાઇકની આગળની બાજુમાં મુકેલી બેગ છટકીને પડવા જાય છે. જે તુરંત તે બાઇકનું ગમેતેમ બેલેન્સ કરીને સાચવી લે છે. આ વીડિયો ચાલુ રસ્તા પર લેવામાં આવ્યો છે. વીડિયોના અંતમાં જવાનની બાઇકની આગળની નંબર પ્લેટ ના હોવાનું પણ જોવા મળી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. અને હવે લોકો સામાન્ય માણસની જેમ ટ્રાફીક જવાનને પણ દંડ મળવો જોઇએ તેવી માંગ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ઇલેક્ટ્રિક પેનલમાંથી દારૂ શોધવા પોલીસ ડીસમીસ લઇને કામે લાગી

Tags :
Advertisement

.

×