VADODARA : લાભ પાંચમના દિવસથી ટ્રાફીક પોલીસની વિશેષ હેલ્મેટ ડ્રાઇવ
VADODARA : આજરોજ લાભ પાંચમના દિવસો વડોદરા શહેર ટ્રાફીક પોલીસ (VADODARA CITY TRAFFIC POLICE) દ્વારા હેલ્મેટ ડ્રાઇવ (HELMET DRIVE) શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ ભવન (POLICE BHAVAN) પાસેથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોને મેમા આપવામાં આવ્યા છે. નવા વર્ષમાં ટ્રોફીક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ટ્રાફીક પોલીસના એસીપીના જણાવ્યા અનુસાર, શરૂઆતના બે કલાકમાં 34 જેટલા ટુ વ્હીલર ધારકોને હેલ્મેટના નિયમના ભંગ બદલ મેમો આપવામાં આવ્યા છે.
અધિકારીઓ-કર્મચારીઓ તેમના કચેરીમાં પહોંચ્યા બાદ ડ્રાઇવ શરૂ કરાઇ
રાજ્યભરમાં હેલ્મેટના કાયદાનું પાલન કરાવવા પર જોર લગાડવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં પોલીસ દ્વારા સડક સુરક્ષાના નિયમોનું પાલન કરાવવા માટેના અનેક પ્રયાસો છતાંય અકસ્માતની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી રહે છે. જેથી દિવસેને દિવસે ટુ વ્હીલર માટે હેલ્મેટ જરૂરી બનતું જાય છે. ત્યારે લોકોની ઉદાસીનતાના કારણે હેલ્મેટનો ઓછામાં ઓછો ઉપયોગ લોકો કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં આજે લાભ પાંચમના દિવસે વડોદરા ટ્રાફીક પોલીસ દ્વારા વિશેષ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ ભવન પાસેથી પસાર થતા વાહનોમાં જે ચાલકો દ્વારા નિયમનો ભંગ કરાયો હોય તેમને મેમા આપવામાં આવી રહ્યા છે. જો કે, આ કામગીરી સરકારી અધિકારીઓ-કર્મચારીઓ તેમના કચેરીમાં પહોંચ્યાના સમય બાદમાં કરવામાં આવતા લોકોમાં તરહ તરહની ચર્ચા છે.
અમે શરૂઆત અમારા ઘરથી જ કરી છે
વડોદરા ટ્રાફીક પોલીસના એસીપી વ્યાસ એ મીડિયાને જણાવ્યું કે, શહેર પોલીસ કમિશનર દ્વારા હેલ્મેટ ડ્રાઇવ માટે હુકમ કર્યો છે. તે પ્રમાણે અમે શરૂઆત અમારા ઘરથી જ કરી છે. પોલીસ ભવનમાં જેટલા કર્મચારીઓ-મુલાકાતીઓ હેલ્મેટ વગર આવ્યા છે. શરૂઆતમાં 34 જેટલા મેમા આપવામાં આવ્યા છે. આ ડ્રાઇવ લાંબો સમય ચાલુ રહેશે. પોલીસ ભવન બાદ નર્મદા ભવન, કલેક્ટર કચેરી સહિતની જગ્યાઓએ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો -- VADODARA : સ્પેનના કાર્ગો એરક્રાફ્ટનું ટ્રાયલ લેવાયું, પ્લેનની ઘરઘરાટીથી આકાશ ગૂંજ્યું