VADODARA : ચાલુ વરસાદમાં પોલીસની કામગીરીને "સલામ", પાલિકાના ઉડ્યા ધજાગરા
VADODARA : વડોદરા (VADODARA) માં વહેલી સવારથી જ વરસાદે જોરદાર (HEAVY RAIN) બેટીંગ શરૂ કરી છે. ત્યારે ટ્રાફીક નિયમન માટે વડોદરા ટ્રાફીક પોલીસ (VADODARA TRAFFIC POLICE) અને વીટીઇટીના (VTET) જવાનો તેમના પોઇન્ટ પર પહોંચીને કામગીરી કરી રહ્યા છે. વરસાદમાં પાણી ભરાતા પાલીકા (VADODARA - VMC) ની પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે, તો બીજી તરફ ટ્રાફીક નિયમનની કામગીરીની લોકો સરાહના કરી રહ્યા છે.
ઘુંટણસમા પાણીમાં વાહનો ખોટકાયા
વડોદરામાં આજે વહેલી સવારથી જ વરસાદે જોરદાર રાઉન્ડ શરૂ કરતા જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. મકરપુરા, સયાજીગંજ, દાંડીયાબજાર સહિત અનેક વિસ્તારોમાં મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા ટુ વ્હીલર ચાલકો ખાસ અટવાયા છે. પાણીમાં વાહનો બંધ પડી જતા તેને ઘુંટણસમા પાણીમાં દોરીને બહાર લાવવા પડી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે હજારો સવાલો ઉઠવા પામ્યા છે.
પોલીસ જવાનોને સેલ્યુટ
વરસદા વરસાદમાં ટ્રાફીકનું નિયમન કરવા માટે વડોદરા ટ્રાફીક પોલીસ અને વીટીઇટીના જવાનો મેદાને આવ્યા છે. પોલીસ દ્વારા વરસાદમાં પોતાની પરવાહ કર્યા વગર ટ્રાફીકનું નિયમન કરવામાં આવી રહ્યું છે. જેને લઇને વડોદરાવાસીઓને પોલીસ જવાનોને સેલ્યુટ કરવાનું મન થાય તેવું છે. ઉપરોક્ત તસ્વીરે શહેરના કારેલીબાગ વુડા સર્કલની છે.
ઘટનાનું પુનરાવર્તન અટકાવવામાં નિષ્ફળ
વડોદરામાં વરસાદની સતત બેટીંગના પગલે અલકાપુરી ગરનાળુ બપોર થતા પહેલા જ બંધ કરી દેવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે. અલકાપુરી ગરનાળુ બંધ કરવામાં આવતા હવે અન્ય વૈકલ્પિક રસ્તાઓ પર વાહનનું ભારણ વધશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા તંત્ર ગરનાળામાં પાણી ભરાવવાની ઘટનાનું પુનરાવર્તન અટકાવવામાં નિષ્ફળ રહી છે. આ ઘટના તેની સાબિતી છે.
ઝાડ ધરાશાયી
આજે સવારે વરસતા વરસાદ વચ્ચે મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં અધિક્ષકની ઓફીસ બહાર ઝાડ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે ઓફીસમાં કોઇ હાજર ન હોવાના કારણે જાનહાનીના સમાચાર આવ્યા નથી. પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત આ ઝાડ પર તંત્રની નજર નહી પડી હોય, જેથી આજે ન થવાનું થયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આ પણ વાંચો --GUJARAT માં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસ્યો અનરાધાર વરસાદ