Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સાયલેન્સરમાંથી ફટાકડા જેવો અવાજ ફોડતા એક ડઝનથી વધુ બુલેટ જપ્ત

VADODARA : વડોદરા (VADODARA) માં નવરાત્રી (NAVRATRI) દરમિયાન મોડીફાઇડ સાયલેન્સરવાળા બુલેટમાંથી ફટાકડા ફોડી, તિવ્ર અવાજનો ઘોંઘાટ ફેલાવીને ધ્વનિ પ્રદુષણ ફેલાવનારા એક ડઝનથી વધુ બુલેટ બાઇકને વડોદરા ટ્રાફીક પોલીસ વિભાગ (VADODARA TRAFFIC POLICE) દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ...
vadodara   સાયલેન્સરમાંથી ફટાકડા જેવો અવાજ ફોડતા એક ડઝનથી વધુ બુલેટ જપ્ત

VADODARA : વડોદરા (VADODARA) માં નવરાત્રી (NAVRATRI) દરમિયાન મોડીફાઇડ સાયલેન્સરવાળા બુલેટમાંથી ફટાકડા ફોડી, તિવ્ર અવાજનો ઘોંઘાટ ફેલાવીને ધ્વનિ પ્રદુષણ ફેલાવનારા એક ડઝનથી વધુ બુલેટ બાઇકને વડોદરા ટ્રાફીક પોલીસ વિભાગ (VADODARA TRAFFIC POLICE) દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ નંબર પ્લેટ વગર તથા કાળા કાચ વાળી કારના ચાલક સામે પણ કાર્યવાહી કરતા વાહન જપ્ત કરવામાં આવ્યું છે. આમ, વડોદરા ટ્રાફીક પોલીસ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને કાર્યવાહી કરવામાં આવી છે. જેની લોકો દ્વારા સરાહના કરવામાં આવી રહી છે.

Advertisement

કડક હાથે કાર્યવાહી કરવા માટેનું સુચન કરવામાં આવ્યું

વડોદરામાં નવરાત્રી સમયે ડ્રિંક એન્ડ ડ્રાઇવ, મોડીફાઇડ સાયલન્સર વાળા બુલેટ તથા ટ્રાફીકના નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટેનું સુચન કરવામાં આવ્યું છે. જે અંગેની ડ્રાઇવ દરમિયાન મોડીફાઇડ સાયલેન્સર વાળા બુલેટ ચાલકો દ્વારા વિકૃત અવાજ કરી ધ્વનિ પ્રદુષણ કરતા 15 બુલેટ બાઇકને જપ્ત કરી એમ. વી. એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Advertisement

અનુશાસનનું પાલન કરાવવા માટેના પ્રયાસોની લોકસરાહના

આ સાથે વડોદરા ટ્રાફીક પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરની તથા કાળા કાચ ધરાવતી કાર મળી આવતા તેની સામે પણ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આમ, વડોદરા ટ્રાફીક પોલીસ ધ્વનિ પ્રદુષણ અને ટ્રાફીકના નિયમોનું ભંગ કરનાર તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. તહેવાર ટાણે અનુશાસનનું પાલન કરાવવા માટેના પ્રયાસોની લોકો સરાહના કરી રહ્યા છે.

Advertisement

નિયમોને નેવે મુકીને વાહન હાંકતા તત્વોમાં ભારે ફફડાટ

વડોદરા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા વાહનોની સયાજીગંજ ખાતે આવેલી ટ્રાફીક પોલીસની વ્યવસ્થા ખાતે મુકવામાં આવ્યા છે. આમ, નિયમોને નેવે મુકીને વાહન હાંકતા તત્વોમાં ભારે ફફડાટ પણ પેંસી જવા પામ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : LVP ગરબા ગ્રાઉન્ડ મુક્કાબાજીનો અખાડો બન્યું !

Tags :
Advertisement

.