VADODARA : પૈસાની ઉઘરાણી કરતા ધોળે દહાડે વેપારી પર ચાકુ વડે હુમલો
VADODARA : વડોદરા (VADODARA) શહેરના વાડી પોલીસ મથક વિસ્તારમાં (VADI POLICE STATION) રહેતા વેપારી પર ચાકુ વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. વેપારીએ લસણ ઉધાર આપ્યા બાદ તેના બાકી નીકળતા પૈસાની ઉઘરાણી કરવા જતા મામલો બિચક્યો હતો. પૈસા આપવાના ત્રણ ચાર વાયદા ખોટા પડતા વેપારીએ સતત ઉઘરાણી ચાલુ રાખી હતી. જે બાદ આજે વેપારી પર ચાકુ વડે હુમલાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત વેપારી સારવાર લઇને સીધા જ ફરિયાદ નોંધાવવા પોલીસ મથક આવી પહોંચ્યા છે. અને આ મામલે ન્યાય મળે તેવી આશા રાખી રહ્યા છે. સામે કેવલભાઇએ પણ સતિષભાઇ દ્વારા હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. હાલ તેઓ પણ સારવાર હેઠળ છે.
એક હાથમાં ચાકુના ઘા માર્યા અને બીજા હાથમાં પાઇપનો ફટકો
વાડી પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચેલા ઇજાગ્રસ્ત સતિષભાઇ ચુનારાએ મીડિયાને જણાવ્યું કે, અમારૂં લસણ વેચાણનું કામ છે. અમે તેમને લસણ વેચ્યું હતું. તેના પૈસા આપવા માટે તે વાયદા પર વાયદો કર્યા કરતો હતો. જેથી મેં મારી પત્નીને તેમની પાસેથી પૈસા માંગવા માટે જણાવ્યું હતું. મારી પત્નીએ વાત કરી તો તેમણે ઉંઘી વાતો શરૂ કરી દીધી હતી. બાદમાં હું ગયો ત્યારે તેણે મને હાથમાં ચાકુના ઘા માર્યા અને બીજા હાથમાં પાઇપનો ફટકો મારી દીધો હતો. તે શખ્સ કેવલભાઇ ચુનારા માથાભારે છે. તે લોકોના પૈસા લઇને બેસી જાય છે. મેં તેમને ઉધારમાં લસણ વેચ્યું હતું. તેના ત્રણ ચાર વાયદાઓ ખોટા પડ્યા હતા. મારે પણ આગળ વેપારીને પૈસા આપવાના છે. આગળ વેપારી પૈસા માંગતો હોવાથી મેં તેની પાસે બાકીના પૈસા માંગ્યા હતા.
રૂ. 4 લાખ જેટલી રકમ બાકી
વધુમાં તેમણે ઉમેર્યું કે, હું સારવાર કરાવીને પોલીસ મથક પહોંચ્યો છું. પોલીસ મને ન્યાય અપાવે તેવી મને આશા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં રૂ. 4 લાખ જેટલી રકમ બાકી નિકળતી હોવાનું જાણવા મળી રહ્યું છે. દિવાળી ટાણે ઉઘરાણી કરવા જતા હિંસક હુમલાનો ભોગ વેપારી બન્યા છે. હવે આ મામલે પોલીસ કેટલા સમયમાં આરોપી સુધી પહોંચે છે તે જોવું રહ્યું. સામે કેવલભાઇએ પણ સતિષભાઇ દ્વારા હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. હાલ તેઓ પણ સારવાર હેઠળ છે.
આ પણ વાંચો -- VADODARA : કંપનીના સ્ટાફ ક્વાટર્સમાં દારૂની મહેફીલની જાણ સંચાલકને કર્યા બાદ બબાલ