ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : TMC MP યુસુફ પઠાણના ઘરનું દબાણ દુર કરી દાખલો બેસાડો, CM ને પત્ર

VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લધીને ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ (Former cricketer and TMC MP Yusuf Pathan) નું સરકારી જમીન પરનું દબાણ દુર કરી દાખલો બેસાડવા માટે જણાવવામાં આવ્યું છે. યુસુફ...
06:40 PM Oct 04, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લધીને ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ (Former cricketer and TMC MP Yusuf Pathan) નું સરકારી જમીન પરનું દબાણ દુર કરી દાખલો બેસાડવા માટે જણાવવામાં આવ્યું છે. યુસુફ પઠાણ દ્વારા પાલિકાના પ્લોટ પર તબેલો તથા અન્ય બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સપાટી પર આવ્યા બાદ મામલો ચર્ચામાં આવ્યો હતો. હાલ આ મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે ભાજપના પૂર્વ કોર્પરેટરે મુખ્યમંત્રીને પત્ર લખતા વધુ એક વખત ચર્ચા છેડાઇ છે.

વિજય પવાર દ્વારા આ અંગે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સાંસદ અને હાલ તૃણમુલ કોંગ્રેસના લોકસભાના સાંસદ યુસુફ પઠાણ વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહે છે. તેમના દ્વારા તબેલો તથા અન્ય બાંધકામ કરીને પાલિકાની જમીન પર દબાણ ઉભુ કરવામાં આવ્યું છે. આ મામલે પાલિકા દ્વારા 10 દિવસનો સમય આપ્યાની વાતને પણ ઘણો સમય વિતી ગયો છે. ત્યારે હજી સુધી આ દબાણો દુર થયા નથી. અને મામલો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો છે. તેવામાં વડોદરાના ભાજપના પૂર્વ કોર્પોરેટર અને નેતા વિજય પવાર દ્વારા આ અંગે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.

કોઇ જ નક્કર પુરાવાઓ ન્યાયાધીશ હાઇકોર્ટ ખાતે જમા કરાવ્યા નથી

જેમાં તેમણે જણાવ્યું છે કે, વડોદરા પાલિાક દ્વારા યુસુફ પઠાણને નોટીસ પાઠવ્યા બાદ તેઓ દ્વારા હાઇકોર્ટમાં પાલિકા સામે કેસ કરવામાં આવ્યો. ત્યારે કોર્ટ દ્વારા તેમને જણાવવામાં આવ્યું કે, જો તમારો પ્લોટ હોય તો પુરાવા આપો, ત્યારે યુસુફ પઠાણ દ્વારા કોઇ જ નક્કર પુરાવાઓ ન્યાયાધીશ હાઇકોર્ટ ખાતે જમા કરાવ્યા નથી અને તેઓ પાસે પુરાવાઓ પણ નથી.

ચેરમેને જણાવ્યું કે, ઉપરથી નાં પાડી છે. ઉપર એટલે કોણ ?

અગાઉ વડોદરા પાલિકાએ યુસુફ પઠાણને 10 દિવસનો સમય જાતે દબાણો દુર કરવા માટે આપ્યો હતો. પરંતુ આજદિન સુધી પાલિકા દ્વારા કોઇ પગલાં ભરવામાં આવ્યા નછી. અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા રજુઆત કરાઇ કે, અમારે આ બાબતે કોર્ટમાં જવું કે બીજી કોઇ કાયદાકીય કાર્યવાહી કરવી. ત્યારે ચેરમેને જણાવ્યું કે, ઉપરથી નાં પાડી છે. ઉપર એટલે કોણ ? આ પ્રશ્ન થાય છે.

સરકારી જમીન કોઇ જ ચમરબંધી હડપ કરી શકે નહીં

યુસુફ પઠાણ દ્વારા પાલિકાનો પ્લોટ પર ગેરકાયદેસર દબાણ કરેલું છે ? અમારી આપને નમ્ર અરજ છે કે, આ પ્લોટ ખાલી કરાવી એક દાખલો બેસાડી શકાય કે, સરકારી જમીન કોઇ જ ચમરબંધી હડપ કરી શકે નહીં. ઉપરોક્ત પ્લોટ જનહીતમાં તાત્કાલીક જાહેર જનતા માટે ખુલ્લો કરી આપશો.

આ પણ વાંચો -- VADODARA : પેક્ડ મફીન્સ કેકમાંથી મરેલું જીવડું નીકળ્યું

Tags :
CMCorporatorencroachmentexLatterMPPathanremoveTMCtoVadodaraWriteyusuf
Next Article