VADODARA : સુશોભન માટે પાથરેલું લીલુ ઘાસ અને કુંડા પણ સુરક્ષિત નથી
VADODARA : તાજેતરમાં બે દેશોના વડાપ્રધાન વડોદરા (VADODARA) ની મુલાકાતે આવ્યા હતા. તેઓ એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી રોડ શો સ્વરૂપે પહોંચ્યા હતા. દરમિયાન રસ્તામાં તેમને ઉષ્માભેર આવકાર આપવા માટે અનેક આકર્ષણો ઉભા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પતિ ગયા બાદ રૂટ પર સુશોભન માટે મુકવામાં આવેલું આર્ટીફીશીયલ લીલું ઘાસ અને કુંડાની ચોરી કરવામાં આવી હોવાના સીસીટીવી વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ (VADODARA SOCIAL MEDIA VIRAL - LIVE CCTV) થવા પામ્યા છે. રાતના સમયે ટુ વ્હીલર પર બે શખ્સો આવીને આ હાથફેરાને અંજામ આપતા હોય તેમ વાયરલ થયેલા સીસીટીવી કેમેરામાં પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે.
રોડ શો ના રૂટ પર અનેક આકર્ષણોને ઉમેરવામાં આવ્યા હતા
તાજેતરમાં વડોદરા ઐતિહાસીક ક્ષણનું સાક્ષી બન્યું હતું. ભારત અને સ્પેનના વડાપ્રધાન વડોદરાની મુલાકાતે આવ્યા હતા. બંનેએ એવીયેશન ઇન્ડસ્ટ્રીના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાંખ્યો હતો. આ તકે વડોદરા એરપોર્ટથી ફેક્ટરી પ્લાન્ટ સુધી બંને પીએમ રોડ શો સ્વરૂપે પહોંચ્યા હતા. તેમને આવકારવા માટે રોડની બંને બાજુ ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રોડ શો ના રૂટ પર અનેક આકર્ષણોને ઉમેરવામાં આવ્યા હતા. સાથે જ રૂટ પર સુશોભન માટે આર્ટીફીશીયલ ઘાસ અને કુંડાઓ પણ મુકવામાં આવ્યા હતા.
આ કાર્ય પ્રજાના ટેક્સના પૈસે જ થયું છે
ઉપરોક્ત કાર્યક્રમ પૂર્ણ થઇ ગયા બાદ સુશોભન માટે મુકેલા આર્ટીફીશીયલ ઘાસ અને કુંડાની ચોરી કરવામાં આવી હોવાના કથિત સીસીટીવી સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યા છે. સીસીટીવીમાં પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યા અનુસાર, ટુ વ્હીલર પર આવીને હાથફેરો કરી જતા નજરે પડી રહ્યા છે. અજાણ્યા શખ્સોની કરતુત બાદ 20 થી વધુ કુંડા અને આર્ટીફીશીયલ ઘાસ ખોવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાકનું માનવું છે કે, આ કાર્ય પ્રજાના ટેક્સના પૈસે જ થયું છે, તો તેનો ઉપયોગ પ્રજા કરી શકે છે. તો કેટલાકનું માનવું છે કે, હવે શહેરમાં લીલુ ઘાસ અને કુંડા પણ સુરક્ષિત નથી રહ્યા. સુત્રોના જણાવ્યા અનુસાર, સીસીટીવીના આધારે આ મામલાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હવે કેટલા સમયમાં ઉઠાવગીર સુધી પહોંચવામાં સફળતા મળે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : જાહેર રોડ પર તમાશો કર્યા બાદ પોલીસ મથકમાં કાન પકડી લીધા