VADODARA : લો બોલો ! હવે ઘરમાં પણ ભૂવો પડવા લાગ્યો
VADODARA : વડોદરા (VADODARA) ના તરસાલી વિસ્તારમાં ઘરમાં ભૂવો (POTHOLES IN HOUSE) પડ્યાની ઘટનાઓ સૌ કોઇને અચંબિત કર્યા છે. આ ઘટનામાં ધરવખરીનો સામાન તેમાં પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ભૂવા અંગે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા તાત્કાલીક સ્ટાફ દોડી આવ્યો હતો. અને સ્થિતીનો તાગ મેળવ્યો હતો. આ ભૂવામાં કોઇ જાનહાની થઇ નથી. ફાયર બ્રિગેડના જવાને ભૂવો કેમ પડ્યો તે અંગે તપાસ બાદ જ જાણી શકાય તેમ ઉમેર્યું હતું.
લાશ્કરોની ટીમ દોડી આવી
ચોમાસાની રૂતુમાં સામાન્ય રીતે રોડ-રસ્તા પર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ વડોદરામાં હવે ઘરમાં પણ ભૂવા પડવાનું શરૂ થઇ ગયું છે. આ વાત જાણીને સૌ કોઇ અચંબિત થયા છે. સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા કુબેરનગરના એક મકાનમાં ભૂવો પડતા ઘરવખરીનો સામાન તેમાં ગરકાવ થયો હતો. આ ઘટના અંગે ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા લાશ્કરોની ટીમ દોડી આવી હતી. અને સ્થિતીની સમીક્ષા કરી હતી. આ ઘટનામાં જાનહાની થઇ નથી. પરંતુ ઘરવખરીનો સામાન ભૂવામાં ગરકાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘરમાં ભૂવો પડવાના કારણે હવે લોકો કારણો અંગે માથુ ખંજવાળતા થઇ ગયા છે.
ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી
ફાયર જવાન જણાવે છે કે, અમને કંટ્રોલ રૂમથી કોલ મળ્યો હતો કે, તરસાલી કુબેર નગરમાં એક મકાનમાં ભુવો પડ્યો છે. જે બાદ જીઆઇડીસી ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. અહિંયા જોતા જ ધ્યાને આવ્યું કે, રૂમમાં એક મોટો ભૂવો પડ્યો છે. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. અમારી મુખ્ય પ્રાથમિકતા કોઇ વ્યક્તિને ઇજા પહોંચી છે કે કેમ તે જોવાનું છે. સામાન તેઓ જોઇ રહ્યા છે. ભૂવો કેવી રીતે પડ્યો, અને કયા કારણોસર પડ્યો તે તપાસનો વિષય છે.
આ પણ વાંચો -- Navsari શહેર થયું જળબંબાકાર, પૂર્ણા નદીની સપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો