Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : તાંદલજામાં રોડની સમસ્યા ઉજાગર કરવા "વૃક્ષારોપણ"

VADODARA : વડોદરા (VADODARA) ના વોર્ડ નં - 10 માં આવતા તાંદલજા વિસ્તારમાં રોડ પર ખાડાની સમસ્યા સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગઇ છે. આ સમસ્યાનો કોઇ ઉકેલ નહી આવતા આજે ખાડામાં વૃક્ષારોપણ કરીને પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો છે. હવે આ...
vadodara   તાંદલજામાં રોડની સમસ્યા ઉજાગર કરવા  વૃક્ષારોપણ

VADODARA : વડોદરા (VADODARA) ના વોર્ડ નં - 10 માં આવતા તાંદલજા વિસ્તારમાં રોડ પર ખાડાની સમસ્યા સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગઇ છે. આ સમસ્યાનો કોઇ ઉકેલ નહી આવતા આજે ખાડામાં વૃક્ષારોપણ કરીને પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો છે. હવે આ પ્રકારે વિરોધ દર્શાવ્યા બાદ પણ સમસ્યાનો ઉકેલ આવે છે કે નહી તે જોવું રહ્યુ.

Advertisement

લોકો વર્ષોથી ટેક્સ ભરી રહ્યા છે

અનોખો વિરોધ કરનાર અગ્રણી અસ્ફાક મલેક જણાવે છે કે, રોડના પેચવર્કના નામે ભ્રષ્ટાચાર થાય છે. રોડ બનાવવાના નામે પણ ભ્રષ્ટાચાર, સતત 10 વર્ષથી એક મહિનો નથી જતો તે દિવસે રજૂઆત નથી થતી. રોજે રોજ રજુઆત કરવાની, રોજે રોજ અધિકારીઓને જાણ કરવાની, છતાં પણ આ જ હાલત હોય, તો આ વિસ્તારના લોકો વર્ષોથી ટેક્સ ભરી રહ્યા છે. અને ટેક્સ ભર્યા પછી પણ આ જ રીતે પાલિકાના અધિકારીઓની આ નિતી હોય તો લોકો ટેક્સ ભરવાનું બંધ કરી દેશે.

રોડને અમે પાલિકાની નર્સરી બનાવી દઇશું

વધુમાં તેમણે જણાવ્યું કે, એક જ વાત માટે કમિશનરને મળીએ છતાં રોડ ન બને તો શરમજનક કહેવાય. મ્યુનિસિપલ કમિશનરની વાત સાંભળવાવાળા કર્મચારીઓ નથી. એક વખત નહિ અનેક વખત રજુઆત કરી છે. અમારો આજે પ્રતિકાત્મક કાર્યક્રમ છે. એક વાહન જઇ શકે તેવી પરિસ્થિતી નથી. હવે આ રોડ અમારા કામનો નથી. અમે રોડ પર છોડ ઉગાડ્યા છે. તમારે રોડ નથી બનાવવા તો રોડને અમે પાલિકાની નર્સરી બનાવી દઇશું. ઘારાસભ્ય સાથે અમારી વાત થઇ હતી. તેમણે પત્ર લખ્યો હતો. જે લોકોને રજુઆત કરી છે, તે લોકો ધારાસભ્યનું પણ નથી સાંભળતા.

Advertisement

ખાડામાં પડતાં ફ્રેક્ચર

દરમિયાન સ્થાનિકો જણાવ્યું કે, જણાવ્યું કે, તેઓ આ વિસ્તારમાં રહે છે. 10 દિવસ પહેલા તેઓ ખાડામાં પડતા તેમને હાથે ફ્રેક્ચર થયું હતું. ક્રેક થઇ ગઇ હોવાના કારણે હાથમાં સળિયો નાંખવામાં આવ્યો હતો. અમારા વિસ્તારનો રોડ ઘડીઘડી બેસી જાય છે.

આ પણ વાંચો -- VADODARA : ગાળિયામાં ફસાતા જ મગરે ગુલાંટ મારી

Advertisement

Tags :
Advertisement

.