VADODARA : બેસતા વર્ષના દિવસે પાણીની લાઇનમાં લિકેજ, રસ્તો તરબરત થયો
VADODARA : વડોદરા (VADODARA) ના અતિવ્યસ્ત રહેતા સર્કલ (SUSHEN CIRCLE - VADODARA) પૈકી એક એવા સુશેન સર્કલ પાસે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હોવાનું સામે આવ્યું છે. જેને પગલે આજે બેસતા વર્ષ (DIWALI - NEW YEAR) ના દિવસે સર્કલનો રોડ પાણીથી તરબતર થયો છે. હાલ પાલિકાની કચેરીમાં દિવાળી વેકેશન (DIWALI VACATION) હોવાથી આ ભંગાણનું રીપેરીંગ કાર્ય કેટલા સમયમાં થાય છે તે જોવું રહ્યું. ત્યાં સુધી લોકોએ અહિંયાથી પાણીમાં થઇને પસાર થવું પડશે તે નક્કી જણાય છે.
વગર વરસાદે સર્કલની આસપાસનો વિસ્તાર તરબતર થયો
વડોદરામાં વર્ષ દરમિયાન અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સામે આવતી રહે છે. ક્યાંક પાણી આવતું ના હોવાની, તો ક્યાંક પાણીની લાઇનમાં લિકેજ હોવાના કારણે સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા હોવાની બુમો ઉઠતી રહે છે. ત્યારે આ સિલસિલો બેસતા વર્ષા દિવસે પણ જારી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આજે બેસતા વર્ષના દિવસે શહેરના અતિવ્યસ્ત સર્કલ પૈકી એક એવા સુશેન સર્કલ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાવવાની ઘટના સામે આવી છે. જેના કારણે રોડમાંથી પાણીની ધાર રસ્તા પર વહી રહી છે. આમ, થવાના કારણે વગર વરસાદે સર્કલની આસપાસનો વિસ્તાર તરબતર થયો છે.
મરામત કાર્ય સત્વરે થાય તેવી હાલ કોઇ શક્યતાઓ દેખાતી નથી
બીજી તરફ પાલિકામાં દિવાળીનું મીની વેકેશન જેવું હાલ ચાલી રહ્યું છે. જેના કારણે આ લિકેજનું મરામત કાર્ય સત્વરે થાય તેવી હાલ કોઇ શક્યતાઓ દેખાતી નથી. જેથી લોકોએ હજી કેટલાય દિવસ આ સમસ્યા સાથે રહેવું પડશે. અને લાખો લીટર પાણી ર,સ્તા પર વહી જશે. સાથે જ દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ કેટલા સમયમાં આ લિકેજ દુરસ્ત કરવાનું કાર્ય હાથ ધરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો -- VADODARA : સુશોભન માટે પાથરેલું લીલુ ઘાસ અને કુંડા પણ સુરક્ષિત નથી