VADODARA : "કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરો", ભૂવા પર પોસ્ટર ચોંટાડ્યું
VADODARA : વડોદરા (VADODARA) ના પંડ્યા બ્રિજ પરથી સ્ટેશન તરફ જવાના રસ્તે આજે એક ભૂવો જોવા મળ્યો છે. આ રસ્તો આમ પણ ખાડા-ટેકરાઓથી ભરેલો છે. તેવામાં રસ્તા પર ભૂવો પડતા લોકોની મુશ્કેલીઓ વધી છે. ભૂવા અંગે લોકોને સાવચેત કરવા માટે તેના પર દંડો મુકવામાં આવ્યો છે. જેમાં એક પોસ્ટર દેખાઇ રહ્યું છે, જેમાં માંગ કરતા લખ્યું કે, કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરો. વડોદરામાં પૂરના પાણી ઓસરતા જ અનેક વિસ્તારોમાં ભૂવા પડી રહ્યા છે. ચોમાસામાં વર્ષોથી રોડ-રસ્તા પર પડતા ભૂવા અટકાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોવાનું હવે લોકોનું માનવું છે.
જાગૃત નાગરિક દ્વારા એક પોસ્ટર ચોંટાડવામાં આવ્યું
વડોદરામાં પૂરના પાણી ઓસરતા અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે શહેરના પંડ્યા બ્રિજથી સ્ટેશન તરફ જવાના રસ્તે ભૂવો પડ્યો છે. આ ભૂવાથી લોકોને બચાવવા માટે જાગૃત નાગરિક દ્વારા એક પોસ્ટર ચોંટાડવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરો. શહેરમાં દર વર્ષે ભૂવા પડવાની સમસ્યાઓ સામે આવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કોઇ નક્કર પ્રયાસો કરવામાં આવ્યો નથી.
રાતના સમયે તો વધારે મુશ્કેલી સર્જાઇ શકે તેમ છે
સ્થાનિકે જણાવ્યું કે, પંડ્યા બ્રિજથી સ્ટેશન તરફ અવર-જવર માટેના રસ્તા પર 6 - 7 મોટા ખાડા પડેલા છે. ગઇ કાલે રાત્રે જ આ ભૂવામાં એક રીક્ષા પડી હતી. લોકોએ તેનો બચાવ કર્યો હતો. હવે અમે ડરીને ધીરે ધીરેથી આ રસ્તા પરથી પસાર થઇ રહ્યા છે. રાતના સમયે તો વધારે મુશ્કેલી સર્જાઇ શકે તેમ છે. અમને અને પેસેન્જર બંનેમાં ડર જોવા મળી રહ્યો છે. મોટા ખાડા-ભૂવામાં પડવાથી અમને અને પેસેન્જર બંનેને વાગી શકે છે. આજે સવારે કોઇએ આ જગ્યાએ પોસ્ટરનું બોર્ડ માર્યું છે. આ રોડની આગળ-પાછળના રોડ પણ આવા જ છે.
આ પણ વાંચો -- VADODARA : "પાણીની દુર્ગંધથી હવે ઉલટી થાય છે", સ્થાનિકનો બળાપો