VADODARA : આગામી 24 કલાકમાં પરિસ્થિતી કાબુમાં આવશે, એક્શન પ્લાન તૈયાર - ઋષિકેશ પટેલ
VADODARA : વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી પૂરની પરિસ્થિતી સર્જાઇ છે. ત્યારે આજે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરા દોડી આવ્યા છે. તેમણે આવીને પહેલા ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ યોજી હતી. અને ત્યાર બાદ પ્રેસ વાર્તા કરી હતી. જેમાં તેમણે આગામી 24 કલાકમાં પરિસ્થિતી કાબુમાં આવશે તેવો વિશ્વાસ જતાવ્યો હતો. આ સાથે જ ફરીથી આ પ્રકારની સ્થિતીનું નિર્માણ ન થાય તે માટે એક્શન પ્લાન પર કામ કરવા અંગે તેમણે જણાવ્યું હતું.
પ્રાયોરીટીવાળી ફરિયાદોનો નિકાલ થાય તે માટે તંત્ર સજ્જ
રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે પ્રેસવાર્તામાં જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં પૂરની પરિસ્થિતી છે. તેમાં પણ છેલ્લા 2 દિવસમાં વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પાણીનો ફ્લો ખુબ જ વધી જવાના કારણે સ્થિતી સર્જાઇ છે. વિશ્વામિત્રી નદી વડોદરાની મધ્યમાંથી પસાર થતી એવી નદી છે કે જે સર્પાકાર અને ગોળાકાર વળાંકો લઇને નિકળે છે. જે પ્રકારની અહિયા નદીની બંને બાજુ જે પરિસ્થીતી ઉદ્ભવી છે. તે ચિંતાનજક છે. બંને બાજુ 10-12 ફૂટ સુધીના પાણી આ વિસ્તારોમાં પુરાયા છે. અત્યાર સુધી 5 હજાર લોકોનું સ્થળાંતર અને 1200 લોકોનું રેસ્ક્યૂ કર્યું છે. હાલમાં 4 - એનડીઆરએફ, 5- એસડીઆરએફ અને 4 - આર્મીની કોલમ કાર્યરત હતી. નવી હવે 1 - એનડીઆરએફ, 1 - એસડીઆરએફ અને 3 - આર્મીની કોલમ ઉમેરી છે. જેના કારણે જ્યાં પરિસ્થિતી ફૂડપેકેટ પાણી, મેડિકલ ઇનર્જન્સી વગેરે જે ફરિયાદો, પ્રાયોરીટીવાળી ફરિયાદોનો નિકાલ થાય તે માટે તંત્ર સજ્જ છે.
જોખમ લઇને આજવા સરોવરના ગેટ હંગામી ધોરણે બંધ કર્યા
વધુમાં તેમણે કહ્યું કે, સાંસદ-ધારાસભ્યો પોતાની પરવાહ કર્યા વગર લોકોની મદદે પહોંચ્યા છે. ટીમો હરણી, સમા, અકોટા, અજીતાનગર સિદ્ધાર્થ ફતેગંજ અકોટા, વડસર જેવા વધારે પ્રભાવિત વિસ્તારોમાં નવીન ટીમો પણ પ્રાયોરીટીમાં કામે લાગશે. પાણી, ખોરાક અને મેડિકલ ઇમર્જન્સી સેવાઓમાં કામ કરવા ટીમો જોડાઇ. નવી બોટ મંગાવાઇ છે, ફાયરની ટીમો વિતરણ વ્યવસ્થામાં સામેલ થાય તેવી ચિંતા કરી રહ્યા છે. જોખમ લઇને આજવા સરોવરના ગેટ હંગામી ધોરણે બંધ કર્યા છે. વિશ્વામિત્રી 37 ફૂટ પર છે. તે 30 ફૂટ ઉપર જાય એટલે તેનું પાણી વડોદરામાં ફેલાતુ હોય છે. પરિસ્થિતી ચિંતાનજક છે. પરંતુ વહીવટી તંત્ર અને સરકારનું ફોકસ વડોદરા પર છે. ફસાયેલા લોકોને મદદ, ઝડપી સારવાર, નાના બાળકોના વિષયમાં સરકાર અને તંત્ર કામ કરી રહ્યું છે.
વિશ્વામિત્રીનું લેવલ ઘટે તેવી આશા છે
વધુમાં તેમણે ઉમેર્યું કે, 38 હજાર લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી ચુક્યું છે. આજે 1 લાખ ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા છે. જેનું આગામી સમયમાં વિતરણ કરવામાં આવશે. વિશ્વામિત્રીનું લેવલ વધતુ દેખાય છે. બંને ડેમનું પાણી રોક્યું છે. પ્રતાપગંજ અને આજવાના કેચમેન્ટમાં પાણી નથી. જેથી વિશ્વામિત્રીનું લેવલ ઘટે તેવી આશા છે. આગામી 15 કલાકમાં પરિસ્થિતી નોર્મલ કરવા માટે સરકારી તંત્રનો આ પ્રયાસ છે. વરસાદ રહેશે, તો જે પણ લોકો ધાબા પર છે, તેમની માટે જમવા-પાણી તથા સ્વાસ્થ્યની વ્યવસ્થા કરાશે.
મેઇન કેનાલ થકી ખંભાતના અખાતમાં છોડી શકાય તેવી વ્યવસ્થા
વધુમાં તેમણે જણાવ્યું કે, વર્ષ 2004 - 05 પછી બીજી વખત 20 વર્ષ બાદ આ પરિસ્થિતી ઉદ્ભવી છે. પરંતુ વિશ્વામિત્રી નદી અહિંયાથી પસાર થતી હોય. બે ડેમ જળાશયો અને અન્યનું જળાશયોનું પાણી ઓવરફ્લો થઇને તેમાં આવતું હોય, આપણે આવતા સમયમાં મ્યુનિસિપલ કમિશનર જોડે વાત થઇ છે. આજવા ડેમમાં નર્મદાની કેનાલ પસાર થાય છે. તેમાં વધારાનું પાણી બીજી એક ચેનલ કરીને મેઇન કેનાલ થકી ખંભાતના અખાતમાં છોડી શકાય તેવી વ્યવસ્થા અંગે વાત થઇ છે.
આરોગ્યને આપણે પ્રાથમિકતા આપીએ છીએ
વધુમાં જણાવતા કહ્યું કે, કોલ સેન્ટરમાં આશરે 15 ઘણા લોકો કામ કરી રહ્યા છે. વિજ કંપનીમાં કોલ સેન્ટર ચાલુ છે. દરેક જગ્યાએથી મળતી ફરિયાદોને પ્રાયોરીટીમાં લઇને કામ કરવા અંગેનો એક્શન પ્લાન તૈયાર છે. આરોગ્યને આપણે પ્રાથમિકતા આપીએ છીએ. વડોદરામાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. ડેમ સિવાયનો બીજો વિસ્તાર છે. કેચમેન્ટ વિસ્તારનું પાણી ઝડપથી વડોદરામાં આવ્યું અને ગોધરા તથા અન્યત્રે વરસાદ ઓછો છે. પરંતુ ડેમ સિવાયના વિસ્તારમાં જે પાણી હોય તેનો ફ્લો પણ વિશ્વામિત્રીમાં આવે જેથી મુશ્કેલી થઇ. ડેમથી નદી સુધીમાં આવતું પાણી વિશ્વામિત્રીમાં આવતું હોય છે જેથી આ પરિસ્થિતી ઉદ્ભવી છે. અણધારી પરિસ્થિતી આવે ત્યારે આવું થાય. અગાઉ અને આજની પૂરની પરિસ્થિતીમાં તફાવત છે. વડોદરાની વિશ્વામિત્રીમાં બહારથી આવતા પાણી અંગે એક્શન પ્લાન તૈયાર કરવા માટે મુખ્યમંત્રી સાથે વાત થઇ છે.
ભાાજપે 5 વર્ષમાં રૂ. 6932 કરોડ ડિઝાસ્ટરમાં મદદ કરી
આખરમાં ઉમેર્યું કે, અત્યારે આપણી પ્રાયોરીટી સામાન્ય નાગરિકને મદદ પહોંચાડવાની છે. કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ઓછો થતાની સાથે, વડોદરા તથા અન્યત્રેથી આવતું પાણી વિશ્વામિત્રીમાં જાય છે. 18 - 24 કલાકમાં પરિસ્થિતી કાબુમાં આવશે. ભાાજપે 5 વર્ષમાં રૂ. 6932 કરોડ ડિઝાસ્ટરમાં મદદ કરી છે. કુદરતી આપત્તી વખતે સરકારે પોતાની તિજોરીઓ ખુલ્લી મુકી છે. હાલ 33 જિલ્લાઓમાં મુશ્કેલી ચાલી રહી છે. આ રાજ્યનો પહેલો આવો પ્રસંગ છે. છતાં પણ વરસાદનું પાણી ઉતરે સરવે, કેશડોલ, ઘરવખરી સામાન, પશુમૃત્યુ સહિતના મામલે મદદનું મન બનાવી લીધું છે.
આ પણ વાંચો -- VADODARA : "હેલ્પ લાઇન નંબર જારી કરો, હિસાબ-કિતાબ આંદોલન સ્વરૂપે કરીશું"