VADODARA : SMC ની રેડમાં દારૂની ખેપ ઝડપાઇ, એક ઝબ્બે
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA - RURAL) અંતર્ગત આવતી ડભોઇ પોલીસ (DABHOI POLICE STATION - VADODARA) વધુ એક વખત ઉંઘતી ઝડપાઇ છે. સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL) દ્વારા બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. જ્યારે ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
ચાલક દરવાજો ખોલીને ભાગવા ગયો
ડભોઇ પોલીસ મથકમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL) ના હેડ કોન્સ્ટેબલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, 27, જુલાઇના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી. જેમાં જણાવ્યા અનુસાર, છોટાઉદેપુર તરફથી વડોદરા એક સફેદ રંગની કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને લાવવામાં આવી રહ્યો છે. જે બાદ પંચોને સાથે રાખીને વેગા ચોકડી પાસે વોચ રાખવામાં આવી હતી. દરમિયાન બાતમીથી મળતી આવતી કાર મળતા તેને રોકવા માટે ઇશારો કરતા ચાલકે હંકારી મુકી હતી. બાદમાં આડાશ કરીને કારને રોકવા જતા ચાલક દરવાજો ખોલીને ભાગવા જતા આગળ ખાડો આવતા પડી ગયો હતો. બાદમાં તેને ટીમે પકડી પાડ્યો હતો.
રૂ. 7.40 લાખનો મુદ્દામાલ કબ્જે
ચાલકે પોતાનું નામ રઝાકભાઇ અબ્દુલભાઇ મન્સુરી (ઉં. 37) (રહે. નવીનગરી, વાઘોડિયા એસટી ડેપો, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. કારમાંથી કાળા કલરનું કપડું ઢાંકેલા પુઠ્ઠાઓ મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલ અને ટીન મળી આવ્યા હતા. આ કાર્યવાહીમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રૂ. 5 લાખની કિંમતની કાર, રૂ. 2.39 લાખનો દારૂ-બિયરનો જથ્થો સહિત કુલ, રૂ. 7.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ચાર વોન્ટેડ
આ કાર્યવાહીમાં રઝાકભાઇ અબ્દુલભાઇ મન્સુરી (ઉં. 37) (રહે. નવીનગરી, વાઘોડિયા એસટી ડેપો, વડોદરા) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે વિદેશી દારૂના ધંધાનો મુખ્ય આરોપી નિરવ ઉર્ફે નીલેશ ભરતભાઇ પટેલ (રહે. વૃંદાવન ચાર રસ્તા, વડોદરા), ધંધામાં પાર્ટનર સલીમ ઉર્ફે બટકો પઠાણ (રહે. વાઘોડિયા), કાર માલિક, છોટાઉદેપુરમાં દારૂ ભરીને આપનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ઉપરોક્ત તમામ સામે ડભોઇ પોલીસ મથકમાં પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતા જ આરોપીને દબોચી લેવાયો