Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : શહેરની દિવ્યાંગ દિકરીને PM મોદીનો સ્નેહસભર પત્ર

VADODARA : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI) એ વડોદરાની દિવ્યાંગ ચિત્રકાર દિયાને પત્ર પાઠવીને આપ્યા નૂતન વર્ષના અભિનંદન
vadodara   શહેરની દિવ્યાંગ દિકરીને pm મોદીનો સ્નેહસભર પત્ર

VADODARA : વડોદરા (VADODARA) ની દિવ્ય ચિત્રકાર દિયા ગોસાઈ (DIYA GOSHAI) માટે આ વર્ષની દિવાળી આજીવન યાદગાર બની ગઈ છે. પહેલા તો વિદાય લેતા વર્ષમાં તા.૨૮ મી ઓક્ટોબરના રોજ આ દીકરી અને તેના પરિવારે સપનામાં કલ્પના ના થાય એવી વાસ્તવિકતાની આનંદ અનુભૂતિ કરી. દિયા ગોસાઈ શારીરિક મર્યાદાઓને વળોટીને એક આશાસ્પદ ચિત્રકાર તરીકે ઘડાઈ રહી છે.શિક્ષણ ની સાથે તેની કલા કુશળતા ચિત્રકારીમાં સોળે કળાએ ખીલી રહી છે.

Advertisement

મહેમાન રાષ્ટ્રપતિએ પણ અનેરી પ્રસન્નતા વ્યક્ત કરી

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM NARENDRA BHAI MODI) અને સ્પેનના રાષ્ટ્રપતિ વડોદરા પધારી રહ્યા છે એવું જાણીને એમ. એસ. યુનિવર્સિટીમાં ભણતી આ કલા તેજસ્વી દિવ્યાંગ છાત્રાએ શ્રીમાન નરેન્દ્રભાઈ અને શ્રીમાન પેડ્રો સાંચેજની છબીઓ ચીતરી અને સુંદર ફ્રેમમાં મઢાવી રોડ શો પસાર થવાનો હતો ત્યાં સ્થાન લઈ લીધું. બંને પ્રધાનમંત્રીઓએ જગ્યાએ થી પસાર થઈ રહ્યા હતા ત્યારે નરેન્દ્રભાઇની નજર ચિત્રો સાથે વ્હીલ ચેરમાં બેસેલી દિયા પર પડી. એમણે કાફલો થોભાવ્યો. સ્પેનના પ્રધાનમંત્રીને સાથે લઈ, વાહનમાંથી નીચે ઉતરી દિયા પાસે આવ્યા, એની પાસેથી ચિત્રોની ભેટ સ્વીકારી અને એની કળા નિપુણતાની દિલથી પ્રસંશા કરી. મહેમાન રાષ્ટ્રપતિએ પણ અનેરી પ્રસન્નતા વ્યક્ત કરી. પરંતુ વાત આટલે થી પૂરી થતી નથી.

Advertisement

પ્રધાનમંત્રીની આ ભાવના અને સૌજન્ય ગદગદિત કરનારું હતું

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીની વ્યસ્તતાઓ વચ્ચે દિયાની કલાસુઝ અને કુશળતાને યાદ રાખીને પહેલી નવેમ્બર, ૨૦૨૪ના રોજ દિયાના ઘરના સરનામે સિંહની રાષ્ટ્રમુદ્રાથી અંકિત શુભેચ્છા પત્ર પાઠવ્યો. દિયા અને પરિવારને પહેલીવાર આવો પત્ર મળ્યો હતો.તેમના માટે પ્રધાનમંત્રીની આ ભાવના અને સૌજન્ય ગદગદિત કરનારું હતું.

Advertisement

આપણા દેશનો સ્નેહ અને લગાવ વ્યક્ત કર્યો

પત્રમાં તેમણે દિયાએ આપેલી મનોહર ચિત્રભેટને અવર્ણનીય આનંદ આપનારી ગણાવી છે.સ્પેનના રાષ્ટ્રપતિ ચિત્રભેટ થી ખૂબ ખુશ થયા એનો ઉલ્લેખ કર્યો છે. દિયાએ આ ચિત્ર નથી દોર્યું પરંતુ સ્પેનના લોકો માટે આપણા દેશનો સ્નેહ અને લગાવ વ્યક્ત કર્યો છે એવી લાગણી દર્શાવી છે.

ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યની ખાત્રી કરાવે છે

દિયાની ચિત્રકળામાં એક ઉમદા કલાકારની છબી ઉભરી આવે છે એવી પ્રસંશા સાથે જણાવ્યું છે કે નાની વયે અસાધારણ પ્રતિભા અને ઈશ્વરદત્ત કૃપા અનહદ આનંદ આપે છે. ગુજરાતનો યુવા વર્ગ અનેક ક્ષેત્રોમાં ઉત્તમ યોગદાન આપીને ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યની ખાત્રી કરાવે છે એવી લાગણી, દિયાના દ્રષ્ટાંતને ટાંકીને એમણે વ્યક્ત કરી છે.

બહુ મોટી વાત છે આ પત્રમાં

પ્રધાનમંત્રી એ વિકસિત ભારતના નિર્માણમાં આપણો યુવા વર્ગ અગ્રણી ભૂમિકા ભજવશે એવા વિશ્વાસ સાથે ભારતની વિકાસ યાત્રામાં મહત્વાકાંક્ષી યુવા વર્ગને પ્રાપ્ત તકો દ્વારા દેશવાસીઓનું જીવન વધુ સુખી અને સમૃદ્ધ બનવાની ભાવના દર્શાવી છે. બહુ મોટી વાત છે આ પત્રમાં. દેશના જન જનના ઉત્કર્ષ અને કલ્યાણની ખેવના હૃદયમાં રાખીને કર્મયોગ કરતા સાધક પ્રધાનમંત્રીએ દિયાને ખંત અને મહેનતથી સર્જન અને લલિતકલા ના ક્ષેત્રોમાં પ્રદાન કરતા રહેવા પત્રમાં પ્રોત્સાહિત કરી છે. દિયા ની લાગણી અને આકર્ષક ચિત્ર ભેટ માટે પત્રના અંતે ફરીથી ધન્યવાદ આપ્યા છે.

શુભેચ્છા પત્ર એ કાગળ પર અંકિત શબ્દો નથી સ્નેહ સંદેશ છે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આ સૌ થી મોટી ખૂબી છે. સર્વોચ્ચ પદ પર રહીને તેઓ અદનામાં અદના માણસ સાથે, છેવાડાના માનવીઓ, વિદ્યાર્થીઓ, કલાકારો, સમાજને પ્રદાન કરનારાઓ, વિજ્ઞાનીઓ, સેનાના જવાનો, સૌની સાથે સીધું અનુસંધાન સાધી શકે છે. મન કી બાતના માધ્યમથી નિસ્વાર્થ ભાવે કામ કરતા કર્મયોગીઓને તેઓ ઉજાગર કરે પછી દેશ એની નોંધ લે છે. દિયાને પિતૃ વત્સલ પ્રધાનમંત્રીએ પાઠવેલો શુભેચ્છા પત્ર એ કાગળ પર અંકિત શબ્દો નથી સ્નેહ સંદેશ છે.

આ પણ વાંચો -- VADODARA : રાજ્યમાં પ્રથમ વખત ગૌ માતા માટે "પશુ ભંડારો" યોજાયો

Tags :
Advertisement

.