VADODARA : હોસ્ટેલ નીચેથી રૂ. 15.42 લાખનો ગેરકાયદે નાર્કોટીક્સ ટેબ્લેટનો જથ્થો જપ્ત
VADODARA : વડોદરા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તાજેતરમાં વિપુલ રાજપુત અને કેયુર રાજપુતની ધરપકડ કરવામાં આવી હતી. બંને દ્વારા ઘરમાં ગેરકાયદેસર કોડીનની માત્રા ધરાવતી કફ સીરપનો જથ્થો રાખવામાં આવ્યો હતો. અને તેનું વેચાણ કરતા હતા. બાદમાં આરોપીઓના રિમાન્ડ દરમિયાન અન્ય ગોડાઉનનું પગેરૂ મળ્યું હતું. જેમાંથી કોડીન કફ સીરપનો વધુ જથ્થો અને ટેબ્લેટ્સ મળી આવ્યા હતા. ત્યાર બાદ વધુ કડકાઇ દાખવતા વધુ હોસ્ટેલની નીચે આવેલા અક્ષર અદ્વૈતના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી દુકાનમાંથછી રૂ. 15.42 લાખની ગેરકાયદેસર નાર્કોટીક્સ ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો. (VADODARA SOG POLICE CAUGHT TABLETS WITH NARCOTICS SUBSTANCE)
રિમાન્ડ દરમિયાન ભાંગી પડતા ગોડાઉનનું પગેરૂ મળ્યું
તાજેતરમાં વડોદરા એસઓજી દ્વારા દરોડા પાડીને કોડીનની માત્રા ધરાવતી ગેરકાયદેસર કફ સીરપની બોટલો રહેણાંક વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવી હતી. તે બાદ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પ્રથમ કાર્યવાહીમાં પોલીસે રોકડ, દવાઓ મળીને કુલ રૂ. 7.89 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યાર બાદ આરોપીના રિમાન્ડ દરમિયાન તેઓ ભાંગી પડતા વાઘોડિયામાં રાખેલા ગોડાઉનમાં દવાઓ અને કફ સીરપના જથ્થા અંગેની માહિતી આપી હતી. જેથી ત્યાં દરોડા પાડવામાં આવતા કફ સીરપ અને નાર્કોટીક્સ ટેબ્લેટ મળીને કુલ રૂ. 26.54 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
બીજી વખત ભાંગી પડતા ભાડાની દુકાનનું પગેરૂં મળ્યું
ત્યાર બાદ પણ એસઓજીની ટીમોએ આરોપીઓ સામે કડકાઇ દાખવવાનું ચાલુ જ રાખ્યું હતું. તે દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેમણે અક્ષર અદ્વૈત, ગ્રાઉન્ડ ફ્લોર, શ્રી અક્ષર ગુરૂકુળ હોસ્ટેલ નીચે, આવેલી દુકાનમાં નાર્કોટીક્સ અને સાયકોટ્રોપીક ઘટક ધરાવતી ટેબ્લેટનો જથ્થો મોટી માત્રામાં સંગ્રહી રાખ્યો છે. તે સ્થળે જઇને તપાસ કરતા 24,600 સ્ટ્રીપ્ટ્સ મળી આવી હતી. જેમાં 3.69 લાખ ટેબ્લેટ્સ હતી. જેની કિંમત રૂ. 15.42 લાખ આંકવામાં આવી રહી છે. ત્રણેય કાર્યવાહીમાં મળીને એસઓજી પોલીસે કુલ રૂ. 49.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસઓજી દ્વારા આ વર્ષનું સોથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : સરદાર સરોવર નિગમ દ્વારા જમીન સંપાદનના નાણાં નહીં ચૂકવતા સામાન જપ્તીનો ઓર્ડર