Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ભંગારની આડમાં લઇ જવાતો દારૂ ભરેલો ટ્રક ઝડપતી SMC

VADODARA : હવે દિવાળીને માત્ર બે અઠવાડિયા જ બાકી છે. ત્યારે વડોદરા પોલીસ (VADODARA POLICE) નું કામ સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL) કરી રહી હોવાની પ્રતિતિ કરાવતો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં વડોદરા ગ્રામ્યના ભાદરવા પોલીસ મથક વિસ્તારમાંથી સ્ટેટ...
vadodara   ભંગારની આડમાં લઇ જવાતો દારૂ ભરેલો ટ્રક ઝડપતી smc

VADODARA : હવે દિવાળીને માત્ર બે અઠવાડિયા જ બાકી છે. ત્યારે વડોદરા પોલીસ (VADODARA POLICE) નું કામ સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL) કરી રહી હોવાની પ્રતિતિ કરાવતો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં વડોદરા ગ્રામ્યના ભાદરવા પોલીસ મથક વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ભંગારના સામાનની આડમાં લઇ જવાતો મોટી કિંમતની દારૂના જથ્થાનો ઝડપી પાડ્યો છે. આમ, તહેવાર ટાણે દારૂ રેલાવવાના બુટલેગરોનો સ્વપ્ન પર એસએમસીની ટીમે પાણી ફેરવી દીધું છે.

Advertisement

ગોલ્ડન બ્રાઉન રંગના આઇશર ટેમ્પામાં દારૂ લાવવામાં આવી રહ્યો છે

ભાજરવા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, રાજ્યમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સતત કાર્યવાહી કરતી હોય છે. આજે મળસ્કે ટીમ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન એએસઆઇને બાતમી મળી કે, એક ગોલ્ડન બ્રાઉન રંગના આઇશર ટેમ્પામાં દારૂ લાવવામાં આવી રહ્યો છે. આ ટેમ્પો મુંબઇ-દિલ્હી નેશનલ એક્સપ્રેસ હાઇવે પરના સર્વિસ રોડ પર ઉભી છે. બાદમાં તેઓ તાત્કાલિક ટીમને લઇને સ્થળ પર પહોંચ્યા હતા.

Advertisement

સ્ક્રેપની એલઇડી લાઇટોના ઝુમ્મર અને ટ્યુબલાઇટ મળી આવી

સ્થળ પર બાતમી મુજબનો ટેમ્પો મળી આવ્યો હતો. પરંતુ તેમાં કોઇ હાજર ન્હતું. ડ્રાઇવર કેબિનમાં તપાસ કરતા પુઠ્ઠાના બોક્સ મળી આવ્યા હતા. અંદર તપાસ કરતા સ્ક્રેપની એલઇડી લાઇટોના ઝુમ્મર અને ટ્યુબલાઇટ મળી આવી હતી. સાથે જ અન્ય બોક્સ મળી આવ્યા હતા. તે ખોલીને જોતા તેમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. બાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂને મુદ્દામાલની ગણતરી હાથ ધરી હતી.

ચાર વોન્ટેડ જાહેર

ઉપરોક્ત કાર્યવાહીમાં SMC એ રૂ. 52.14 લાખનો દારૂ સહિત કુલ રૂ. 62.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે વડોદરા ગ્રામ્ય અંતર્ગત આવતા ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે ટ્રકનો ડ્રાઇવર, ટ્રક માલિક મોહંમદઇકબાલ અબ્દુલ્લા શેખ (રહે. છોટાપુર, પાણીના ટાંકા પાસે, ડિસા, બનાસકાંઠા,) દારૂનો જથ્થો પૂરો પાડનાર અને દારૂનો જથ્થે મંગાવનાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે તમામ હાલ ફરાર છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : જાંબુઆ બ્રિજ પાસે અકસ્માત બાદ કાર ચઢાવી દેવાનો પ્રયાસ

Tags :
Advertisement

.