Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : રિધમ હોસ્પિટલના તંત્રની આડોડાઇ સામે સ્થાનિકોનો મોરચો

VADODARA : વડોદરા (VADODARA) ના સમા વિસ્તારની રિધમ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા મનમાની કરીને સિધ્ધાર્થ બંગ્લોઝ સોસાયટીમાં જવાના જાહેર રોડ પર વાહનો પાર્કિંગ કરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. ઉપરાંત જાહેર રોડની જગ્યા પર મસમોટા પથ્થરો નાખી તથા ફેન્સિંગ કર્યા...
vadodara   રિધમ હોસ્પિટલના તંત્રની આડોડાઇ સામે સ્થાનિકોનો મોરચો

VADODARA : વડોદરા (VADODARA) ના સમા વિસ્તારની રિધમ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા મનમાની કરીને સિધ્ધાર્થ બંગ્લોઝ સોસાયટીમાં જવાના જાહેર રોડ પર વાહનો પાર્કિંગ કરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. ઉપરાંત જાહેર રોડની જગ્યા પર મસમોટા પથ્થરો નાખી તથા ફેન્સિંગ કર્યા બાદ પોતાની માલિકીની જમીન હોય તેમ ગેટ બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના કારણે સોસાયટીના સેંકડો સ્થાનિકો રોડ પર ધસી આવ્યા હતા અને હોસ્પિટલ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણનો ભારે વિરોધ નોંધાવ્યો હતો. હોસ્પિટલ તંત્ર પાસે આ પ્રકારે ગેટ બેસાડવા અંગે કોઇ મંજુરી ન હોવાના આરોપો સ્થાનિકો દ્વારા મુકવામાં આવ્યા છે. હોસ્પિટલના સત્તાધીશો સામે પગલા નહી ભરાય તો પોલીસ કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારાઇ હતી.

Advertisement

હોસ્પિટલના તંત્ર પ્રત્યે રોષ ઠાલવ્યો

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સિધ્ધાર્થ બંગ્લોઝમાં માલેતુજારોના મકાન છે. આ સોસાયટીના બાજુમાં જ રિધમ હોસ્પિટલમાં આવતા દર્દીઓ, તેમના સંબંધીઓ, તબીબો સહિતના કર્મચારીઓ પોતાના વાહનો રોડ પર પાર્ક કરી દેતા હોવાના કારણે ટ્રાફિકના સમસ્યા સર્જાય છે. ત્યારે તાજેતરમાં સિધ્ધાર્થ બંગ્લોઝમાં રહેતા 250થી 300 જેટલા લોકો ભેગા થઇ ગયા હતા અને હોસ્પિટલના તંત્ર પ્રત્યે રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક રહીશો દ્વારા પાલિકાના અધિકારીઓ, ટ્રાફિક પોલીસ સહિતના અધિકારીઓને જાણ કરાઇ છે. પરંતુ હજુ સુધી હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ કોઇ પગલા ભરાયા નથી.

સ્થાનિકો દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા

એટલું જ નહી હાલમાં હોસ્પિટલ દ્વારા પાલિકાની જમીન પર રાતોરાત મસમોટા પથ્થોર નાખી દીધી બાદ ફેન્સિંગ કરી દીધા બાદ ગેટ બેસાડી દીધો હતો. સોસાયટીના રોડ પર ગેસ રિફલિંગનો એક પ્લાન્ટ પણ નાખી દીધો છે. જેના વિરોધમાં સ્થાનિકો દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સુત્રોએ જણાવ્યું કે, બોસ્પિલના સત્તાધીશો દ્વારા આ અંગેની કોઇ સત્તાવાર મંજુરી લેવામાં આવી નથી. જેથી આ અંગે પાલિકાના આધિકારીઓ દ્વારા ફેન્સિંગ બાબતે સ્થાનિક લોકોના હોબાળાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. જો કે, વિરોધ વકરતા બાદમાં હોસ્પિટલ તંત્ર અને લોકો વચ્ચેનો મામલો સુલઝી ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

Advertisement

સંચાલકો કોઇ ધ્યાન આપતા નથી

સિદ્ધાર્થ બંગ્લોઝના પ્રમુખે જણાવ્યું કે, રિધમ હોસ્પિટલના સંચાલકો દ્વારા પાલિકાના અવર જવરના રોજ પર દબાણ કરીને ફેન્સિંગ કર્યા બાદ પાકા પાયે ગેટ રાતોરાત મુકી દીધો હતો. ફેન્સિંગ કરવાનો કોઇ હક નથી. તેમના હોસ્પિટલમાં ડોક્ટરો, દર્દીઓ તથા તેના સંબંધીઓ દ્વારા સોસાયટીના રોડ પર પાર્કિંગ કરી દેવાય છે. જેના માટે સંચાલકો વારંવાર કહીને પાર્કિંગની વ્યવસ્થા કરવા ધ્યાન દોર્યું છે. પરંતુ સંચાલકો કોઇ ધ્યાન આપતા નથી.

આ પણ વાંચો -- VADODARA : વિધાનસભાના દંડકનો મૌલવીના ચરણ સ્પર્શ કરતો વીડિયો વાયરલ

Advertisement

Tags :
Advertisement

.