Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સિરામિક ટાઇલ્સની આડમાં લવાતો દારૂ ઝબ્બે, ગ્રામ્ય LCB નો સપાટો

VADODARA : વડોદરા જિલ્લામાં એલસીબીની (VADODARA RURAL - LCB) ટીમો સતત વોચમાં રહે છે. દરમિયાન પીએસાઇને ચોક્કસ બાતમી મળતા તેમણે વોચ ગોઠવી હતી. જેમાં સિરામિક ટાઇલ્સના બોક્સની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. બાતમીને મળતી આવતી...
vadodara   સિરામિક ટાઇલ્સની આડમાં લવાતો દારૂ ઝબ્બે  ગ્રામ્ય lcb નો સપાટો

VADODARA : વડોદરા જિલ્લામાં એલસીબીની (VADODARA RURAL - LCB) ટીમો સતત વોચમાં રહે છે. દરમિયાન પીએસાઇને ચોક્કસ બાતમી મળતા તેમણે વોચ ગોઠવી હતી. જેમાં સિરામિક ટાઇલ્સના બોક્સની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.

Advertisement

બાતમીને મળતી આવતી ટ્રક જોવા મળતા તેને ઇશારો કર્યો

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની (VADODARA RURAL - LCB) ટીમો વિદેશી દારૂના ક્વોલીટી કેસ શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેવામાં 18 ઓક્ટોબરના રોજ નાઇટ પેટ્રોલીંગ દરમિયાન LCB PSI ને બાતમી મળી કે, બંધ બોડીના ટ્રકમાં ભારતીય બનાવટનો દારૂ લઇ જવામાં આવી રહ્યો છે. આ ટ્રક ગોધરાથી વડોદરા તરફ જવાનો હોવાનું જાણવા મળતા જ એલસીબીની ટીમો જરોદ પોલીસ મથક હદ વિસ્તારમાં આમલીયારા ગામ પાસે વિજ સ્ટેશન નજીક ટ્રેક પર વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન બાતમીને મળતી આવતી ટ્રક જોવા મળતા તેને ઇશારો કરીને રોકવામાં આવી હતી.

Advertisement

કુલ રૂ. 33.44 લાખનો મુદ્દામાલ જપ્ત

આ ટ્રકમાંથી ડ્રાઇવર મુસ્કતીમ કાલુખાન મેવ (રહે. ડુગેજા, પુનહાના, થાના પનગવા, હરીયાણા) અને અક્રમ જાકીર હુસેન મેવ (રહે. સરહેટા ટાવર પાસે, પીંજારા, અલવર, રાજસ્થાન) મળી આવ્યા હતા. બંનેને સાથે રાખીને ટ્રકનો પાછળનો દરવાજો ખોલાવવામાં આવ્યો હતો. જેમાં તપાસ કરતા સિરામીક ટાઇલ્સના બોક્સ ભરેલા મળી આવ્યા હતા. આ મામલે વધુ ઉંડાણ પૂર્વક બોક્સ હટાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર કાર્યવાહીમાં એલસીબીએ રૂ. 17.60 લાખનો વિદેશી દારૂ, મોબાઇલ, ટ્રક, ટાઇલ્સ મળીને કુલ રૂ. 33.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે સપ્લાયરની શોધખોળ તેજ કરી

ચાલકની આકરી પુછપરછમાં તેણે વટાણા વેરી દીધા હતા. તેણે જણાવ્યું કે, ચાલકના ફોન પર ફારૂક મેવ નામના ઇસમનો ફોન આવ્યો હતો. તેણે હરીણાયાથી માલ ભરીને વડોદરા જવાનું કહેતા નુહુંથી એક ઇસમે ગાડી ભરી આપી હતી.બાદમાં પોલીસે સપ્લાયરની શોધખોળ તેજ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરોક્ત મામલે જરોદ પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : VMC ના કોન્ટ્રાક્ટરે ટ્રોલી જોખમી રીતે ઉભી રાખતા એમ્બ્યુલન્સ ભટકાઇ

Tags :
Advertisement

.