Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મરચાની ગુણોની આડમાં લવાતો દારૂ ભરેલો ટેમ્પો જપ્ત કરતી ગ્રામ્ય LCB

VADODARA : પાછળના ભાગે બાંધવામાં આવેલી તાડપતરી હટાવતા મરચા ભરેલી ગુણોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો
vadodara   મરચાની ગુણોની આડમાં લવાતો દારૂ ભરેલો ટેમ્પો જપ્ત કરતી ગ્રામ્ય lcb
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LOCAL CRIME BRANCH - VADODARA RURAL) દ્વારા બાતમીના આધારે એક્સપ્રેસ હાઇવેના ટોલ નાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન શંકાસ્પદ ટેમ્પો રોકી તેમાં તપાસ કરતા મરચાની ગુણોની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે એકની ધકપરડ કરી છે. અને રૂ. 25.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

તે કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો ન્હતો

તાજેતરમાં વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમો પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એલસીબી પીઆઇને બાતમી મળી કે, એક આઇસર ટેમ્પામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને એક્સપ્રેસ હાઇવે પર થઇને વડોદરાથી નડિયાદ તરફ જઇ રહ્યો છે. જેથી એલસીબીની ટીમ દ્વારા આજોડ ગામની સીમમાં એક્સપ્રેસ વે ટોલનાકા પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બાતમીથી મળતો આવતો ટેમ્પો દેખાતા જ તેને કોર્ડન કરીને રોકવામાં આવ્યો હતો. ટેમ્પામાં ચાલક એકલો હતો. અને ટેમ્પામાં રાખેલા મુદ્દામાલ અંગે તેને સવાલો પુછતા તે કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો ન્હતો.

Advertisement

મરચા ભરેલી ગુણોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો

બાદમાં ચાલકને સાથે રાખીને ટેમ્પોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં પાછળના ભાગે બાંધવામાં આવેલી તાડપતરી હટાવતા મરચા ભરેલી ગુણોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો. બાદમાં ચાલકની કડકાઇ પૂર્વક પુછપરછ કરવામાં આવતા તેણે પોતાનું નામ જીતેન્દ્ર મદન મીણા (રહે. ધાણી, ધાર, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં ટેમ્પાના મુદ્દામાલની ગણતરી કરતા રૂ. 15.78 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ઉપરોક્ત કાર્યવાહીમાં કુલ રૂ. 25.99 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

Advertisement

નડીયાદ જવા જણાવ્યું હતું

ચાલકની પુછપરછમાં તેણે જણાવ્યું કે, વિદેશી દારૂનો જથ્થો રાહુલ (રહે. ઇન્દોર) નામના શખ્સે તેને ધાર બાયપાસ નજીક જાંબુઆ આવવાના રોડ પર ચોકડી પાસે આપી હતી. જે ત્યાંથી લઇને નડીયાદ જવા જણાવ્યું હતું. અને વડોદરા એક્સપ્રેસ વે પાસ કરીને ફોન કરવા માટે જણાવ્યું હતું. ઉપરોક્ત મામલે મંજુસર પોલીસ મથકમાં દારૂનો સપ્લાય કરનાર અને ચાલક વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહીના ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો -- VADODARA : "કાયદો અને વ્યવસ્થા જાળવવા એક્શન પ્લાન તૈયાર કરાશે" - પોલીસ કમિશનર

Tags :
Advertisement

Trending News

.

×