VADODARA : "પ્રાર્થના કરું છું, આ છેલ્લું પૂર હોય" - મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ઐતિહાસીક પૂરની પરિસ્થીતીમાંથી બહાર આવ્યું છે. આજથી ગણેશોત્વનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે વડોદરાના રાજવી પરિવાર (ROYAL FAMILY OF VADODARA) દ્વારા પણ શાહી ઠાઠમાઠથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. આ તકે વડોદરાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડે પૂરને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, હું એટલી જ પ્રાર્થના કરું છું કે, વડોદરા માટે આ છેલ્લુ પુર હોય. આમ, વડોદરાનો રાજવી પરિવાર પણ પૂરની પરિસ્થિતી અંગે ચિંતિત હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજવી પરિવારથી લઇને સામાન્યજન સુધી ગણેશભક્તિમાં લીન
વડોદરવાસીઓ તાજેતરમાં જ ઐતિહાસીક પૂરના સાક્ષી બન્યા છે. ક્યારે ના જોયું-જાણ્યું હોય તેવા વિસ્તારોમાં પણ પાણી ભરાઇ ગયા હતા. અને ત્રણ-ત્રણ દિવસ સુધી લોકો પોતાના જ ઘરમાં બંધક બનીને રહ્યા હોવાના કિસ્સાઓથી વડોદરાવાસીઓ પરિચિત છે. ત્યારે હવે તમામ પૂરમાંથી બહાર આવીને ધીરે ધીરે સામાન્ય જીવનમાં પર ફરી રહ્યા છે. દરમિયાન આજથી દેશભરમાં ગણોશોત્સવની શરૂઆત થઇ રહી છે. વડોદરામાં રાજવી પરિવારથી લઇને સામાન્યજન સુધી તમામ યથાશક્તિ ગણેશજીની સ્થાપના કરીને પૂજા-અર્ચના કરશે.
પૂર ફરી આવે તે શહેર માટે સારૂ નથી
આજે વડોદરાના રાજવી પરિવાર દ્વારા શાહી ઠાઠમાઠથી ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. દરમિયાન મહારાજા અને મહારાણી હાજર રહ્યા હતા. આ તકે મીડિયા સાથે વાત કરતા મહારાજા સમરજિતસિંહ ગાયકવાડે જણાવ્યું કે, હું ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે વડોદરા માટે આ છેલ્લું પૂર હોય. છેલ્લા ઘણા દિવસોથી બધાને પરિસ્થિતીની ખબર જ છે. પૂર ફરી આવે તે શહેર માટે સારૂ નથી, ખુબ ખરાબ વાત છે.
માનવે જ આનો ઉકેલ લાવવો પડશે
વધુમાં તેમણે જણાવ્યું કે, જો પૂર આવવું માનવસર્જિત ઘટના હોય તો માનવે જ આનો ઉકેલ લાવવો પડશે. આપણી પાસે પૂર વિશે ઘણી બધી માહિતી છે, અને ટેક્નોલોજી પણ છે. તેનો ઉપયોગ કરીને પૂરની સમસ્યાનું નિરાકરણ લાવવું જોઇએ. આમ, વડોદરામાં પૂરની પરિસ્થિતીને લઇને રાજવી પરિવાર પણ ચિંતિત છે, તેવું લાગી રહ્યું છે. રાજવી પરિવાર દ્વારા ભગવાન ગણેશજીને પ્રાર્થના કરીને પૂરની પરિસ્થિતી ફરી ના સર્જાય તે માટેની ભાવના વ્યક્ત કરી છે.
આ પણ વાંચો -- VADODARA : પૂર અસરગ્રસ્તો ગામોમાં પશુઓનું વ્યાપક રસીકરણ અભિયાન જારી