Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મુંબઇના વિશેષ મશીનથી સફાઇ બાદ પણ રૂપારેલ કાંસ છલોછલ

VADODARA : વડોદરા (VADODARA) ના ડભોઇ રોડ પર આવેલા મહાનગર નજીક આવેલી રૂપારેલ કાંસ મુંબઇથી આવેલા વિશેષ મશીનથી સાફ કરવામાં આવી હતી. આ મશીન માટે પાલિકા તંત્ર દ્વારા લાખો રૂપિયાનું ભાડું ચુકવવામાં આવનાર છે. પરંતું આ મશીન દ્વારા સાફસફાઇ કર્યા...
vadodara   મુંબઇના વિશેષ મશીનથી સફાઇ બાદ પણ રૂપારેલ કાંસ છલોછલ

VADODARA : વડોદરા (VADODARA) ના ડભોઇ રોડ પર આવેલા મહાનગર નજીક આવેલી રૂપારેલ કાંસ મુંબઇથી આવેલા વિશેષ મશીનથી સાફ કરવામાં આવી હતી. આ મશીન માટે પાલિકા તંત્ર દ્વારા લાખો રૂપિયાનું ભાડું ચુકવવામાં આવનાર છે. પરંતું આ મશીન દ્વારા સાફસફાઇ કર્યા બાદ પણ સ્થિતીમાં કોઇ સુધારો આવ્યો નથી. આજે સવારે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ઓસર્યા બાદ પણ રૂપારેલ કાંસ છલોછલ જોવા મળી હતી. જેથી મુંબઇથી મશીન લાવીને કરેલો ખર્ચો ખાસ ફળ્યો ન હોવાની સાબિતી મળી રહી છે.

Advertisement

ડ્રેન માસ્ટર મશીન ભાડે મંગાવી સફાઇ

વડોદરા પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું હતું. મુંબઇથી કરોડોની કિંમતનું ડ્રેન માસ્ટર મશીન ભાડે મંગાવીને રૂપારેલ કાંસ સહિત અન્યત્રે સાફસફાઇ કરવામાં આવી હતી. આ મશીન કાંસની સફાઇ કરીને પહોળાઇ વધારશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. જો કે, વરસાદ બાદની સ્થિતી કંઇક અલગ જ દિશા તરફ સંકેત કરી રહી છે. વડોદરામાં પહેલા વરસાદ બાદ આજની સ્થિતી રૂપારેલ કાંસ છલોછલ ભરાયેલી જોવા મળી રહી છે.

હાલની સ્થિતી ધારણાથી વિપરીત

શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ બંધ હોવા છતાં જળબંબાકારની સ્થિતી છે. રૂપારેલ કાંસમાંથી જે રીતે પાણી વહવું જોઇએ તે થઇ રહ્યું નથી. ખાસ મશીન મંગાવ્યા બાદ આ પાણીનો જલ્દી નિકાલ થશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ હાલની સ્થિતી તેનાથી વિપરીત જોવા મળી રહી છે. વરસાદ બંધ હોવા છતા રૂપારેલ કાંસ છલોછલ જોવા મળી રહી છે. જેથી પાલિકા દ્વારા મુંબઇથી લાખો રૂપિયાનું ભાડું આપીને મંગાવવામાં આવેલું મશીન ફળદાયી નહી નિવડ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ પાલિકા દ્વારા આ મશીન વસાવી લેવા માટે પણ વિચારણા કરવામાં આવી હતી. જો કે, હવે આ સ્થિતી જોઇને ફેર વિચારણા કરવી જોઇએ.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : L&T સર્કલ પાસે મીની બસ ગરકાવ થાય તેટલો મોટો ભૂવો પડ્યો

Advertisement
Tags :
Advertisement

.