Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મોડી રાત્રે લેવાયેલા મોટા નિર્ણય બાદ રાહતની આશ

VADODARA : વડોદરા શહેર-જિલ્લામાં પૂરની સ્થિતીનું નિર્માણ થયું છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. જનજીવન ભારે ખોરવાયું છે. 2 દિવસથી ચાલતી સ્થિતી વચ્ચે ગતરાત્રે વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા પદાધિકારીઓ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર,...
vadodara   મોડી રાત્રે લેવાયેલા મોટા નિર્ણય બાદ રાહતની આશ

VADODARA : વડોદરા શહેર-જિલ્લામાં પૂરની સ્થિતીનું નિર્માણ થયું છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. જનજીવન ભારે ખોરવાયું છે. 2 દિવસથી ચાલતી સ્થિતી વચ્ચે ગતરાત્રે વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા પદાધિકારીઓ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર, આજવા સરોવરના 62 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. જે કર્યા બાદ શહેરના અનેક વિસ્તારોમાંથી પાણી ઉતરવાની આશા જાગી છે. જો કે, રાત્રે વિશ્વામિત્રી નદીનું જળસ્તર 35.25 ફૂટ હતું. જે સવારે પણ યથાવત રહ્યું છે. હવે કેટલા સમયમાં જળસ્તર ઘટે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

Advertisement

10 વાગ્યે સત્તાધીશો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો

વડોદરામાં એક મહિનામાં બે વખત વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પરથી વહી રહી છે. અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. ફાયર બ્રિગેડ, પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાંથી પાણીમાં ફસાયેલા લોકોનું રેક્સ્યૂ કરવામાં આવ્યું છે. શહેરની બે હોસ્પિટલોમાં પાણી આવી જતા દર્દીઓને અન્યત્રે ખસેડવાની ફરજ પડી છે. અને વરસાદ અને પાણી ભરાઇ જવાને કારણે જનજીવન ભારે ખોરવાયું છે. આ વચ્ચે ગતરાત્રે 10 વાગ્યે વડોદરા પાલિકાના સત્તાધીશો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર, ગતરાતથી આજવા સરોવરના 62 દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.

હાલ કોઇ રાહત નહી

આજવા સરોવરના દરવાજા ખુલ્લા હોવાથી વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત ભયજનત સપાટી ઉપરથી વહી રહ્યું છે. અને નદીમાં સતત પાણીની આવક થઇ રહી છે. જેને પગલે નિચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઉતરવાનું નામ નથી લઇ રહ્યું. સાથે જ અનેક નવા વિસ્તારોમાં પણ પાણી ઘૂસ્યા છે. જો કે, આ નિર્ણય લેવાયો ત્યારે વિશ્વામિત્રી નદીનું જળ સ્તર 35.25 ફૂટ નોંધવામાં આવ્યું હતું. જે સવારે 6 વાગ્યાની સ્થિતીએ પણ 35.25 ફૂટ જેટલું જ પાલિકાની સત્તાવાર વેબસાઇટ પર દર્શાવી રહ્યું છે. જે જોતા હાલ કોઇ રાહત નહી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર કેટલા સમયમાં નીચું આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે. રાહતના આશ જોતા વડોદરાવાસીઓ માટે આજે સવારથી ફરી એક વખત વરસાદે ઝરમર હેલી વરસાવી છે.

Advertisement

આ પણ વાંચો – Gujarat Rain:રાજ્યમાં મેઘરાજાએ સર્જી તબાહી,જાણો ક્યાં કેટલો વરસ્યો મેઘો

Advertisement
Tags :
Advertisement

.