Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ઝરમર વરસાદમાં ખેલૈયાઓએ બોલાવી રમઝટ, દર્શકો છત્રીના સહારે

VADODARA : વડોદરા (VADODARA) માં સાતમાં નોરતે રાત્રે વરસાદ ઝરમર ઝરમર (SLOW RAIN IN NAVRATRI GARBA) વરસ્યો હતો. જો કે, તેને લઇને ખેલૈયાઓનો ઉત્સાહ સહેજ પણ ઓછો થયો ન્હતો. ખેલૈયાઓએ મન મુકીને સાતમા નોરતે ગરબા રમ્યા હતા. તો બીજી તરફ...
vadodara   ઝરમર વરસાદમાં ખેલૈયાઓએ બોલાવી રમઝટ  દર્શકો છત્રીના સહારે

VADODARA : વડોદરા (VADODARA) માં સાતમાં નોરતે રાત્રે વરસાદ ઝરમર ઝરમર (SLOW RAIN IN NAVRATRI GARBA) વરસ્યો હતો. જો કે, તેને લઇને ખેલૈયાઓનો ઉત્સાહ સહેજ પણ ઓછો થયો ન્હતો. ખેલૈયાઓએ મન મુકીને સાતમા નોરતે ગરબા રમ્યા હતા. તો બીજી તરફ દર્શકોમાં પણ ગરબા જોવા-સાંભળવાનો ઉત્સાહ ઝરમર વરસાદમાં પણ અકબંધ રહ્યો હતો. પરંતુ વરસાદના કારણે આયોજકોના માથે ચિંતાની લકીર જોવા મળી રહી હતી. નવરાત્રીના આગલા દિવસે પડેલા વરસાદે આયોજનનું ગણિત બગાડી નાંખ્યું હતું. તે જ વાતનું પુનરાવર્તન ના થાય તે માટે આયોજકોમાં હાલ ચિંતા જોવા મળી રહી છે.

Advertisement

વરસાદે વિરામ લેતા અને આયોજકો દ્વારા યુદ્ધના ધોરણે મેદાન સુધારવાનું કાર્ય કર્યું હતું

આ વખતે નવરાત્રી શરૂ થતા પહેલા વરસાદ પડતા આયોજકોનું ગણિત બગડ્યું હતું. પહેલા નોરતે તો મોંઘો પાસ ખરીદીને ગરબા ઘૂમવા ગયેલા ખેલૈયાઓ ભારે નિરાશ થયા હતા. જેને પગલે આયોજકો દ્વારા ચાલુ નવરાત્રીએ ખેલૈયાઓનો રોષનો ભોગ બનવું પડ્યું હતું. પરંતુ પ્રથમ નોરતાથી વરસાદે વિરામ લેતા અને આયોજકો દ્વારા યુદ્ધના ધોરણે મેદાન સુધારવાનું કાર્ય હાથમાં લેતા છઠ્ઠા નોરતા સુધી સારૂ ચાલ્યું હતું. ગતરાત્રે સાતમા નોરતે ઝરમર વરસાદ વડોદરામાં વરસ્યો હતો. જેને પગલે આયોજકોના માથે ચિંતાની લકીર જોવા મળી હતી.

Advertisement

ઘેરાયેલા વાદળો સાથેનો માહોલ વરસાદની આગાહી કરી રહ્યો છે

બીજી તરફ ઝરમર વરસાદમાં ખેલૈયાઓનો ગરબા રમવાનો ઉત્સાહ અકબંધ હતો. તેઓ વરસાદથી બેફીકર બનીને ગરબા રમતા નજરે પડ્યા હતા. તો બીજી તરફ ગરબા જોવા-સાંભળવા માટે દર્શકોમાં પણ ઉત્સાહ કાયમ રહ્યો હતો. દર્શકો છત્રી-રેઇનકોટના સહારે પોતાનું સ્થાન જમાવ્યું હતું. આજે સવારથી જ ઘેરાયેલા વાદળો સાથેનો માહોલ વરસાદની આગાહી કરી રહ્યો છે. આખા દિવસ વરસાદનું વર્તન કેવું રહે છે, તેના આધારે ખેલૈયાઓ ગરબા રમવા કે નહીં તે નક્કી કરશે, તેમ હાલ લાગી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી શહેરની મુલાકાતે, કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ

Tags :
Advertisement

.