Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પૂરની સ્થિતીમાં જનજીવન સાથે રેલ વ્યવહાર પણ ખોરવાયો

VADODARA : વડોદરા (VADODARA) પાસે પાણી ભરાતા રાજકોટ ડિવિઝનની ટ્રેનોને અસર પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાઈ જવાને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થઈ છે. આ ટ્રેનોની વિગતો...
vadodara   પૂરની સ્થિતીમાં જનજીવન સાથે રેલ વ્યવહાર પણ ખોરવાયો

VADODARA : વડોદરા (VADODARA) પાસે પાણી ભરાતા રાજકોટ ડિવિઝનની ટ્રેનોને અસર પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાઈ જવાને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થઈ છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

Advertisement

4 ટ્રેનો રદ્દ

રદ કરાયેલી ટ્રેનો (1) 28.08.24 ની ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ, (2) 27.08.24 ની ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, (3) 28.08.24 ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, (4) 28.08.24 ની ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ નો સમાવેશ થાય છે.

2 ટ્રેનો આંશિક રદ્દ

જ્યારે આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો 27.08.2024ની ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ અમદાવાદ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આ રીતે આ ટ્રેનને અમદાવાદ-બાંદ્રા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

Advertisement

2 ટ્રેનો ડાયવર્ડ કરાઇ

તથા ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો (1) 27.08.2024 ની ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસને વાયા વસઈ રોડ-ભેસ્તાન-પાલધી-ખંડવા-સંત હિરદારામ નગર- રતલામ-ગોધરા-આણંદ થઈને ડાયવર્ટ કરવામાં આવી હતી. (2) 27.08.2024 ની ટ્રેન નંબર 19320 ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસને વાયા ગોધરા-વડોદરા-ગેરતપુર થઈને ડાયવર્ટ કરવામાં આવી હતી.

ફ્લોટીંગ કેમેરાનો ઉપયોગ કરાયો

આમ, વડોદરામાં પૂર જેવી સ્થિતીમાં સામાન્ય જનજીવન સાથે રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે. જેને પગલે અનેક ટ્રેનો રદ્દ, આંશિક રદ્દ તથા ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. વડોદરા રેલવે વિભાગ દ્વારા ચોમાસાની સ્થિતીને ધ્યાને રાખીને ફ્લોટીંગ કેમેરાનો ઉપયોગ કરીને યોગ્ય કાળજી રાખવામાં આવી હોવાના દાવાઓ અગાઉ કરવામાં આવ્યા હતા. પરંતુ તે તમામ હાલ ફળીભૂત થતા નથી દેખાઇ રહ્યા.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : શહેરની સ્થિતીને લઇ રાજ્ય સરકાર ચિંતિત, બે મંત્રીઓ મુલાકાતે આવવા રવાના

Tags :
Advertisement

.