Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : જનરલ સ્ટોરમાંથી પ્રતિબંધિત ઇ-સિગારેટનો જથ્થો ઝડપતી SOG

VADODARA : નવરાત્રી (NAVRATRI) ટાણે પ્રતિબંધિત ઇ-સિગારેટને વેચાણ પર એસઓજી દ્વારા વોચ રાખવામાં આવી રહી છે. તેવામાં એસઓજી પોલીસના જવાનને બાતમી મળતા સનફાર્મા રોડ પર આવેલા જનરલ સ્ટોરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં એસઓજી પોલીસને રૂ. 53,500 ની કિંમતની ઇ-સિગારેટ...
vadodara   જનરલ સ્ટોરમાંથી પ્રતિબંધિત ઇ સિગારેટનો જથ્થો ઝડપતી sog
Advertisement

VADODARA : નવરાત્રી (NAVRATRI) ટાણે પ્રતિબંધિત ઇ-સિગારેટને વેચાણ પર એસઓજી દ્વારા વોચ રાખવામાં આવી રહી છે. તેવામાં એસઓજી પોલીસના જવાનને બાતમી મળતા સનફાર્મા રોડ પર આવેલા જનરલ સ્ટોરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં એસઓજી પોલીસને રૂ. 53,500 ની કિંમતની ઇ-સિગારેટ જપ્ત કરવામાં સફળતા મળી છે. આ કાર્યવાહીમાં દુકાનધારકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement

એસઓજીના એએસઆઇ જયેન્દ્રસિંહ ભીમસિંહને બાતમી મળી

નવરાત્રી ટાણે શહેરમાં પાનના ગલ્લાઓ પર ઇ સિગારેટ, હુક્કા તથા અન્ય પદાર્થોનું વેચાણ કરનારા તત્વો સામે એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન એસઓજીના એએસઆઇ જયેન્દ્રસિંહ ભીમસિંહને બાતમી મળી હતી કે, સનફાર્મા રોડ પર મુન્સી સ્કુલની બાજુમાં સામ્યા ફ્લેટમાં આવેલી મુસ્કાન જનરલ સ્ટોરના માલિક ફારૂક મેમણ દ્વારા હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ તથા પ્રતિબંધિત ઇ સિગારેટ વેચવવામાં આવી રહી છે. બાતમી મળતા જ ટીમે સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરોડામાં હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ તથા ઇ સિગારેટ મળી આવી હતી.

Advertisement

કુલ મળીને રૂ. 53,500 નો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી

ઉપરોક્ત મામલે દુકાન માલિક ફારૂક હબીબભઆઇ મેમણ (રહે. મહાબલીપુરમ, તાંદલજા રોડ, વડોદરા) ની સામે ધ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ - 2003 તથા ધી પ્રોહીબીશન ઓફ ઇલેક્ટ્રોનીક સિગારેટ એક્ટ - 2019 મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરોડા દરમિયાન પોલીસને કુલ મળીને રૂ. 53,500 નો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો --VADODARA : પેક્ડ મફીન્સ કેકમાંથી મરેલું જીવડું નીકળ્યું

Tags :
Advertisement

Trending News

.

×