Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગણેશજીની POP ની પ્રતિમાઓનું બે વખત વિસર્જન કરવું પડ્યું

VADODARA : વડોદરા (VADODARA) માં રંગેચંગે ગણોશોત્સવની ઉજવણી ચાલી રહી છે. ત્યારે ધીરે ધીરે લોકો ગણેશજીની માટીની ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓની સ્થાપના તરફ વળ્યા છે. છતાં પીઓપીની પ્રતિમાઓનું વેચાણ પણ હજી જારી છે. તાજેતરમાં વોર્ડ નં - 10 ના કોર્પોરેટર દ્વારા વિસર્જન...
vadodara   ગણેશજીની pop ની પ્રતિમાઓનું બે વખત વિસર્જન કરવું પડ્યું

VADODARA : વડોદરા (VADODARA) માં રંગેચંગે ગણોશોત્સવની ઉજવણી ચાલી રહી છે. ત્યારે ધીરે ધીરે લોકો ગણેશજીની માટીની ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓની સ્થાપના તરફ વળ્યા છે. છતાં પીઓપીની પ્રતિમાઓનું વેચાણ પણ હજી જારી છે. તાજેતરમાં વોર્ડ નં - 10 ના કોર્પોરેટર દ્વારા વિસર્જન માટે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં પીઓપીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યા બાદ તે પ્રતિમાઓનું બીજી વખત નવલખી ખાતેના કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવું પડ્યું હતું. કોર્પોરેટર દ્વારા લોકોને માટીની શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવા પર ભાર મુકતો સંદેશો આપવામાં આવ્યો હતો.

Advertisement

કોર્પોરેટર દ્વારા ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું

વડોદરા સહિત દેશભરમાં ગણોશોત્સવની રંગેચંગે ઉજવણી ચાલી રહી છે. જેમ જેમ દિવસો વિતતા જાય તેમ તેમ પોતાના ઘરે બિરાજમાન એક દિવસ, ત્રણ દિવસ અને પાંચ દિવસના શ્રીજીનું વિસર્જન હાથ ધરવામાં આવી રહ્યું છે. તેવામાં વડોદરાના વહીવટી વોર્ડ નં 10 ના કોર્પોરેટર દ્વારા ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. જેમાં ગોત્રી વિસ્તારના ગણેશભક્તો મૂર્તિઓનું વિસર્જન કરી રહ્યા છે. આ તળાવમાં માટીના ગણેશજીની મૂર્તિઓ ઓગળી જાય છે. પરંતુ પીઓપીની મૂર્તિઓ યથાવત રહેવાના કારણે તેનું નવલખી મેદાન ખાતે આવેલા કૃત્રિમ તળાવમાં વધુ એક વખત વિસર્જન કરવામાં આવ્યું છે.

Advertisement

પીઓપીની પ્રતિમાઓ ઓગળતી નથી

વોર્ડ નં - 10 ના ભાજપના કોર્પોરેટર નિતીન દોંગાએ કહ્યું કે, અમારે ત્યાં મેં કૃત્રિમ તળાવ બનાવ્યું છે. તેમાં ગણેશજીની માટીની પ્રતિમાઓ ઓગળી જાય છે. પરંતુ પીઓપીની પ્રતિમાઓ ઓગળતી નથી. જેથી તે પ્રતિમાઓને નવલખી મેદાન ખાતે આવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું છે. ગઇ કાલે અમારે ત્યાં 9, 800 જેટલી પ્રતિમાઓ આવી હતી. લગભગ પીઓપીની 1 હજાર જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. લોકોને કહેવું કે, પીઓપીની પ્રતિમાઓનો ઉપયોગ ના કરવો જોઇએ.

આ પણ વાંચો -- VADODARA : પૂર સમયે આત્મનિર્ભર બનવા તરફ શહેરવાસીઓનું પ્રયાણ

Advertisement

Tags :
Advertisement

.