Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કર્ણાટકથી અપહ્યત સગીરાને મુક્ત કરાવતી પોલીસ, આરોપી ઝબ્બે

VADODARA : કર્ણાટક (KARNATAKA) ના બેલગાવી અથની પોલીસ મથક (BELAGAVI ATHANI POLICE STATION) વિસ્તારમાં રહેતી અપહ્યત સગીરાને વડોદરાની ગોત્રી પોલીસ (GOTRI POLICE - VADODARA) દ્વારા મુક્ત કરાવવામાં આવી છે. સાથે જ આ ગુનાના આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. બંને વડોદરામાં...
vadodara   કર્ણાટકથી અપહ્યત સગીરાને મુક્ત કરાવતી પોલીસ  આરોપી ઝબ્બે

VADODARA : કર્ણાટક (KARNATAKA) ના બેલગાવી અથની પોલીસ મથક (BELAGAVI ATHANI POLICE STATION) વિસ્તારમાં રહેતી અપહ્યત સગીરાને વડોદરાની ગોત્રી પોલીસ (GOTRI POLICE - VADODARA) દ્વારા મુક્ત કરાવવામાં આવી છે. સાથે જ આ ગુનાના આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. બંને વડોદરામાં છુપાયા હોવાની બાતમી મળતા કર્ણાટક પોલીસ વડોદરા આવી હતી. જ્યાં વડોદરા પોલીસ (VADODARA POLICE) સાથે મળીને સંયુક્ત ઓપરેશનમાં સગીરાને મુક્ત કરાવવાની સાથે આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. હાલ બંનેનો કબ્જો કર્યાટક પોલીસને સોંપવામાં આવ્યો છે.

Advertisement

ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે મળી સફળતા

વડોદરામાં મહિલા સંબંધિત ગુનાઓ ઉકેલવા માટે પોલીસ દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેવામાં કર્ણાટક રાજ્યના બેલગાવી અથની પોલીસ મથકમાં સગીરાના અહપરણનો ગુનો તાજેતરમાં નોંધાયો હતો. જે ગુનાની તપાસમાં સગીરા અને અપહરણકારને પત્તો વડોદરામાં લાગતા કર્ણાટક પોલીસ ગુજરાત આવી હતી. તપાસનું પગેરૂ ગોત્રી પોલીસ મથક વિસ્તારમાં મળતા સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી. દરમિયાન ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે ગણતરીના સમયમાં જ અપહ્યત સગીરા અને અપહરણકારની શોધી કાઢવામાં સફળતા મળી હતી.

Advertisement

સતત સંકલનમાં રહીને કેસ ઉકેલવામાં મદદ કરવામાં આવી

આ મામલે આરોપી રાહુલ વિલાશ બંડગાર (ઉં. 22) (રહે. શિરૂર, અતની, બેલગાંવ, કર્ણાટક) ની અટકાયત કરવામાં આવી છે. તે વડોદરાનો ગોત્રી વિસ્તારમાં આવેલા ગોકુલ નગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. ગોત્રી પોલીસ દ્વારા અપહ્યત સગીરા અને આ મામલે આરોપીનો કબ્જો કર્ણાટક પોલીસને સોંપવામાં આવ્યો છે. આમ, વડોદરાની ગોત્રી પોલીસ દ્વારા કર્ણાટક પોલીસના સતત સંકલનમાં રહીને કેસ ઉકેલવામાં મદદ કરવામાં આવી હતી. જે અંગે તેમણે વડોદરાના ગોત્રી પોલીસ મથકની ટીમનો આભાર માન્યો હતો. અને શહેર પોલીસની અસરકારક કામગીરીની સારી છાપ લઇને પરત ફર્યા હતા.

આ પણ વાંચો -- VADODARA : મધરાત્રે વિદેશી વિદ્યાર્થીઓએ મચાવ્યું તોફાન

Advertisement

Tags :
Advertisement

.