ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : નવરાત્રીને લઇને પોલીસનો સજ્જડ બંદોબસ્ત, શહેરના ખુણે ખુણે રહેશે નજર

VADODARA : આવતી કાલથી દેશભરમાં નવરાત્રી પર્વની શરૂઆત થવા જઇ રહી છે. વડોદરા (VADODARA) ના ગરબા (NAVRATRI GARBA - 2024) વિશ્વ વિખ્યાત છે. ત્યારે ગરબા સમયની સ્થિતીને ધ્યાને લઇને પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠકનું આયોજન...
02:23 PM Oct 02, 2024 IST | PARTH PANDYA

VADODARA : આવતી કાલથી દેશભરમાં નવરાત્રી પર્વની શરૂઆત થવા જઇ રહી છે. વડોદરા (VADODARA) ના ગરબા
(NAVRATRI GARBA - 2024) વિશ્વ વિખ્યાત છે. ત્યારે ગરબા સમયની સ્થિતીને ધ્યાને લઇને પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિક્યોરીટી વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. આ તકે તેમણે નવરાત્રી સમયે પોલીસ તૈનાતી અંગે વિસ્તૃત માહિતી આપી છે.

શી ટીમી સાદા કપડા, ગરબાના ડ્રેસમાં, મેદાનની અંદર અને બહાર વ્યુહાત્મક તૈનાતી

વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર એ જણાવ્યું કે, આવતી કાલથી શરૂ થનાર નવરાત્રી માટે વડોદરા શહેર પોલીસ તરફથી વિગતવાર સિક્યોરીટી એરેનેજમેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આપણે તમામ જેસીપી, એસીપી, ડીસીપી સાથે મીટિંગનું આયોજન કરીને વિગતવાર સુચનો આપવામાં આવ્યા છે. અત્યાર સુધી આપણે મોટા આયોજકો સાથે મીટિંગ કરીને સુચનો આપ્યા હતા. તેમાં સ્ટ્ર્ક્ચર સ્ટેબિલીટી, ફાયર સેફ્ટી, ઇલેક્ટ્રીક સેફ્ટી, એક્સેસ કંટ્રોલ એરીયા, પાર્કિંગ, ઇલ્યુમીનેશન, હોલ્ડિંગ એરીયા, આ બધા મુદ્દાઓ સમજાવવામાં આવ્યા હતા. સાથે જ ખાનગી સિક્યોરીટીના વોલંટીયર્સને પોલીસની મદદમાં જોડીને સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા માટે ચેકીંગ, સ્થાનિક પોલીસની તૈનાતી, શી ટીમી સાદા કપડા, ગરબાના ડ્રેસમાં, મેદાનની અંદર અને બહાર વ્યુહાત્મક તૈનાતી કરવામાં આવનાર છે. ટ્રાફીક વ્યવસ્થા જાળવવા માટે 400 ટ્રાફીક વિભાગના જવાનો, 700 ટ્રાફીક વિભાગના માનદ વેતકો, અને વોલંટીયર્સ અને સ્થાનિક પોલીસ મળીને સુચારૂ વાહનવ્યવહાર, પાર્કિંગ અને કોઇ પણ જગ્યાએ રોડ અકસ્માતના કિસ્સાઓ ના બને તે માટેની તકેદારી રાખવામાં આવનાર છે.

લોકો કોઇ પણ સમસ્યા માટે 100 નંબર પર ફોન કરી શકે છે

વધુમાં તેમણે જણાવ્યું કે, શહેરમાં 26 જેટલા કોમર્શિયલ અને 44 જેટલા અન્ય ગરબાઓ, 60 થી વધુ આયોજકો દ્વારા મંજુરી મેળવવામાં આવી છે. તેમની જોડે થાના કક્ષાએ, એસીપી અને ડીસીપી કક્ષાએ બેઠકોનું આયોજન કરીને સંબંધિત સુચનાઓ આપવામાં આવી છે. આપણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવીએ ત્યારે શહેરના 20 લાખ લોકોને ધ્યાને રાખીને ગોઠવીએ છીએ. શહેરના મોટા ગરબા ટોપ પ્રાયોરિટીમાં છે, પરંતુ સમગ્ર શહેરમાં શેરી ગરબાઓને ધ્યાને રાખીને મોબાઇલ પેટ્રોલ, શી ટીમ, પીસીઆર વાન મુકવાનું આયોજન છે. લોકો કોઇ પણ સમસ્યા માટે 100 નંબર પર ફોન કરી શકે છે. કાર્યક્રમ સંપન્ન થયા પછી ટ્રાફીકના નિયમોનું પણ તમામે ધ્યાન રાખવું જોઇએ. કોઇ પણ અફવાહને ધ્યાને આપવું નહીં. કોઇ પણ ઘટના સમયે પોલીસને સંપર્ક કરો. અજાણ્યા શખ્સો જોડે વાત ટાળો. તમામ પોલીસ મથક મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ માટે તૈયાર છે. સાથે સાથે 100, 112 નો ખુબ જ ઉપયોગ કરો. લોકોની સુરક્ષા માટે તમામ વ્યવસ્થા ગોઠવી છે.

નાગરિકોને અનુકુળ રહે તે મુદ્દાઓને ધ્યાને રાખીને આયોજકો આયોજન કરે તેવી અપીલ

વધુમાં તેમણે ઉમેર્યું કે, બંદોબસ્ત રાત્રી દરમિયાન જરૂરીયાતના હિસાબે રહેશે. મહિલાઓ જાણીતા લોકો સાથે નિકળે, અને જરૂર પડ્યે પોલીસનો સંપર્ક કરો. પોલીસ સ્ટેશનમાં બે ત્રણ પ્રકારના આયોજન છે. સાથે જ સીસીટીવી સેન્ટર પણ કાર્યરત છે. ગ્રાઉન્ડમાં પોલીસ જવાનો બોડી વોર્ડન કેમેરા સાથે સજ્જ રહેશે. મુખ્ય ગરબા ગ્રાઉન્ડ પર ડ્રોન થી પણ તપાસ કરાવીશું. તમામ પ્રયત્નોથી શહેરના ખુણે ખુણે પોલીસની નજર રહેશે. વિધ્ન સર્જનારાઓ પર નજર રાખીને સુરક્ષા જાળવવામાં આવશે. દર વખતે જે પબ્લીક એડ્રેસ સિસ્ટમ માટે ગૃહ વિભાગ, ગુજરાત સરકાર અને સુપ્રીમ કોર્ટના ગાઇડલાઇન-જાહેરનામા મુજબનું આયોજન થાય છે. આ વખતે પણ ગૃહ વિભાગ ટુંક સમયમાં નોટીફીકેશન બહાર પાડશે. તેનું પાલન કરવામાં આવશે. નાગરિકોને અનુકુળ રહે તે મુદ્દાઓને ધ્યાને રાખીને આયોજકો આયોજન કરે તેવી મારી અપીલ છે.

આ પણ વાંચો -- VADODARA : ગરબા ખેલૈયાઓ માટે ઇન્શ્યોરન્સ લેવાયો, સાપ રેસ્ક્યૂ માટે ટીમ તૈનાત રહેશે

Tags :
andCommissionerdeploymentforhighMeetingNavratriOfficialspoliceReviewVadodarawith
Next Article