ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : મંજૂરી વગર ફટાકડા વેચતા વેપારીઓ સામે કાર્યવાહી

VADODARA : વડોદરા પોલીસ સતર્ક બની છે. અને વિવિધ વિસ્તારોમાં ફટાકડા વેચતા વેપારીઓ પાસેથી મંજુરી સહિતની વિગતો ચકાસવામાં આવી રહી છે
02:11 PM Oct 31, 2024 IST | PARTH PANDYA

VADODARA : હાલ દેશભરમાં દિપાવલી પર્વ ચાલી રહ્યો છે. ત્યારે દિવાળી ટાણે ફટાકડા વેચવાને સારો સીઝનલ ધંધો માનવામાં આવે છે. તેવામાં કમાઇ લેવા માટે લોકો જરૂરી મંજુરીની પણ પરવાહ કર્યા વગર સ્ટોલ શરૂ કરી દેતા ખચકાતા નથી. આવા તત્વે સામે હવે વડોદરા પોલીસ (VADODARA POLICE) દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. વિતેલા 24 કલાકમાં પોલીસે મંજુરી વગર ફટાકડા વેચતા 6 વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને પગલે મંજુરી વગર ધંધો કરતા વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.

તો મોટી દુર્ઘટના સર્જાવવાની શક્યતાઓ રહેલી છે

રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરમાં જ્વલનશીલ પદાર્થો રાખવા, વેચવા માટેની ગાઇડલાઇન ચુસ્ત કરી દેવામાં આવી છે. હાલ દિવાળી પર્વ ચાલી રહ્યો છે. ત્યારે જરૂરી વ્યવસ્થા કરનાર વેપારીને ફટાકડા સ્ટોરની મંજુરી આપવામાં આવી રહી છે. પરંતુ આ પ્રક્રિયા ઢીલી ચાલતી હોવાના કારણે લોકોએ મંજુરીની પરવાહ કર્યા વગર જ સીઝનલ ધંધો શરૂ કરી દીધો છે. ફટાકડા વેચતા સમયે યોગ્ય તકેદારીની પગલાં ભરવામાં ના આવ્યા હોય તો મોટી દુર્ઘટના સર્જાવવાની શક્યતાઓ રહેલી છે. જો કે, આ પ્રકારની દુર્ઘટના પહેલા જ વડોદરા પોલીસ સતર્ક બની છે. અને વિવિધ વિસ્તારોમાં ફટાકડા વેચતા વેપારીઓ પાસેથી મંજુરી સહિતની વિગતો ચકાસવામાં આવી રહી છે.

છેલ્લી ઘડીએ ફટાકડાની મંજુરી માટે દોડધામ

આ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનો પૈકી મંજુરી વગર ફટાકડા વેચતા ધર્મેન્દ્ર ગોરધનભાઇ રાણા (રહે. રાણાવાસ, છાણી), રવી ઘનશ્યામભાઇ અગ્રવાલ (રહે. શ્રીજી પાર્ક સોસાયટી, સમા), રાજેશભાઇ પરશોત્તમભાઇ રાણા (રહે. છાણી), રવિકાંતભાઇ રાણા (રહે. છાયાપુરી સમા), ચિરાગ મહેન્દ્રભાઇ રાજપુરોહિત (રહે. શિવાજીનગર, નંદેસરી), મહેન્દ્રસિંહ ગોહિલ (રહે, રુપાપુરા, નંદેસરી) સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેને પગલે મંજુરી વગર ફટાકટાનો ધંધો કરતા અન્ય વેપારીઓમાં બારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. અને તેઓએ છેલ્લી ઘડીએ ફટાકડાની મંજુરી માટે દોડધામ કરવી પડી છે તેવું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : 11 હજાર ફૂટ ઉંચાઇએ બિરાજમાન કેદારનાથ મહાદેવના મંદિરને ફૂલોથી સુશોભિત કરાયું

Tags :
ActionCheckingCrackersfacemanyonPermissionpolicesellingstoreVadodara
Next Article