Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વડાપ્રધાનની મુલાકાતને પગલે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ, જાણો કમિશનરે શું કહ્યું

VADODARA : વડોદરામાં 28, ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI VADODARA VISIT) ની મુલાકાતને પગલે આજે એરપોર્ટ (VADODARA AIRPORT) ખાતે સિક્યોરીટી એજન્સીઓની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીઆઇએસએફ, એર લાઇન્સના ઉચ્ચ અધિકારીઓ, શહેર પોલીસ કમિશનર...
vadodara   વડાપ્રધાનની મુલાકાતને પગલે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ  જાણો કમિશનરે શું કહ્યું
Advertisement

VADODARA : વડોદરામાં 28, ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI VADODARA VISIT) ની મુલાકાતને પગલે આજે એરપોર્ટ (VADODARA AIRPORT) ખાતે સિક્યોરીટી એજન્સીઓની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીઆઇએસએફ, એર લાઇન્સના ઉચ્ચ અધિકારીઓ, શહેર પોલીસ કમિશનર તથા સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ મીટિંગ બાદ શહેર પોલીસ કમિશનર (VADODARA POLICE COMMISSIONER) ટાટા એરબસના પ્લાન્ટ ખાતે સિક્યોરીટી વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. દરમિયાન તેમણે વડાપ્રધાનના રોડ શો ને લઇને સ્પષ્ટ ચિત્ર ના હોવાનું અને વીઆઇપી મુવમેન્ટ સંદર્ભે જરૂરી તૈયારીઓ કરી લીધી હોવાનું મીડિયાને જણાવ્યું હતું.

Advertisement

એડવાન્સ સિક્યોરીટી પ્લાનીંગ કરવામાં આવ્યું

વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારએ મીડિયાને જણાવ્યું કે, 28, ઓક્ટોબરના રોજ ટાટા એરબસના પ્લાન્ટના ઉદ્ધાટનનો કાર્યક્રમ છે. તેના અનુસંધાને એડવાન્સ સિક્યોરીટી પ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે. મુખ્યત્વે આજની સ્થિતીએ જે ફેસીલીટી ખાતે કાર્યક્રમનુ ઉદ્ધાટન થનાર છે, ત્યાં કેટલાક મશીનોનું ઇન્સ્ટોલેશન, વ્યવસ્થાની ગોઠવણી, સભા માટે ડોમનુું બાંધકામ, મહાનુભવાનો વ્હીકલ પાર્કિંગનું પ્રબંધન, એડવાન્સ સિક્યોરીટી ડિપ્લોયમેન્ટ કરાયું છે. 24 કલાક સિક્યોરીટી મુકાઇ છે. ડીસીપી અને એસીપીની નિયમીત હાજરી અહિંયા હોય છે. આયોજકો સાથે સંકલનનું કાર્ય ચાલી રહ્યું છે. કંપનીના અધિકારીઓ, ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સી, રોડ અને બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સહિતની હાજરમાં તૈયારીઓ ચાલી રહી છે.

Advertisement

પ્લાન્ટ પરિસરમાં સ્ક્રિનીંગ સાથે જ એન્ટ્રી

વધુમાં તેમણે જણઆવ્યું કે, એન્ટી સબોટેજ ચેકીંગ માટેની વિશેષ ટીમ તૈનાત છે. સમગ્ર કામગીરી દરમિયાન પોલીસની હાજરી રહેશે. સમયસર સ્ક્રિનીંગ થશે. અત્યારથી જ સિમીત લોકોની એન્ટ્રી છે. સ્ક્રિનીંગ સાથે જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. અહિંયા મુલાકાતે આવનાર મહાનુભવાની મુલાકાતને લઇને તૈયારીઓ ચાલી રહી છે. અત્યારે આપણે માર્ગ સુરક્ષા અને વીઆઇપી મુવમેન્ટ અંગે જે કોઇ વ્યવસ્થા કરવાની હોય તે માટેનું સંકલન ચાલી રહ્યું છે. હાલમાં (રોડ શો) ને લઇને કોઇ સ્પષ્ટ ચિત્ર નથી. પણ જે કોઇ જરૂરિયાતો હોય છે તે માટે આપણા તરફે તૈયારીઓ હોય છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : રેલવે મંડળ અંતર્ગત આવતા 18 સ્ટેશનોની કાયાલપટ થશે

Tags :
Advertisement

Trending News

.

×