ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

VADODARA : PM મોદી આગમન રૂટ પર 15 મંચ પરથી ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવાશે

VADODARA : સ્પંદન કલાકેન્દ્ર, દીક્ષા ભરત નાટ્યલય, નૃત્યમયી ડાન્સ એકેડેમી અને મિસ્ટી ડાન્સ એકેડેમી દ્વારા રાસ થકી ૬૬ જેટલા કલાકારો ભવ્ય સ્વાગત કરશે
11:44 AM Oct 25, 2024 IST | PARTH PANDYA
featuredImage featuredImage

VADODARA : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM NARENDRA BHAI MODI) અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સચેઝ વડોદરા શહેરની મુલાકાતે (VADODARA VISIT) આવી રહ્યા છે, ત્યારે આ મોંઘેરા મહેમાનોના સ્વાગત માટે સમગ્ર શહેરને સુશોભિત કરી રોશનીથી શણગારવામાં આવ્યું છે. તા. ૨૭/૧૦/૨૦૨૪ ના રોજ આ અતિથિ વિશેષનું એરપોર્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ થકી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ સાથે માર્ગ અને લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે કાર્યક્રમમાં વિવિધ નૃત્ય વૃંદ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવનાર છે.

ભરતનાટ્યમ રંગારંગ કૃતિઓની ૬૬ જેટલા કલાકારો દ્વારા પ્રસ્તુતી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સ્પેનના વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટ ખાતે સ્પંદન કલાકેન્દ્ર, દીક્ષા ભરત નાટ્યલય, નૃત્યમયી ડાન્સ એકેડેમી અને મિસ્ટી ડાન્સ એકેડેમી દ્વારા રાસ થકી ૬૬ જેટલા કલાકારો ભવ્ય સ્વાગત કરશે. જ્યારે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે નૃત્ય રાગિણી, શ્રીકલા કેન્દ્ર, નૃત્યમ ડાન્સ એકેડેમી, નૃત્યાંગના કાળા કનેદર અને કેદાર નાટ્યલય દ્વારા ગરબા, રાસ, હુડો અને ભરતનાટ્યમ રંગારંગ કૃતિઓ ૬૬ જેટલા કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.

દક્ષિણ ભારત ની બેન્ડ અને રાષ્ટ્રભક્તિ થીમ આધારિત સાંસ્કૃતિક કૃતિઓ

વધુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મહાનુભાવોના રોડ શો ના રૂટ પર ૧૫ સાંસ્કૃતિક મંચ બનાવવામાં આવશે. જેમાં દરેક મંચ પર ૧૨ થી ૧૫ કલાકારો એટલે કે ૧૮૦ થી ૨૦૦ જેટલા કલાકારો વિશ્વ પ્રસિદ્ધ એવા ગુજરાતના માંડવડી દીવા, દાંડિયા રાસ, આદિવાસી નૃત્ય, મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય, રાજસ્થાનનું કાલબેલિયા નૃત્ય, કેરળનું કુચિપુડી નૃત્ય, પંજાબનું ભાંગડા નૃત્ય, બંગાળની દુર્ગાપૂજા, દક્ષિણ ભારત ની બેન્ડ અને રાષ્ટ્રભક્તિ થીમ આધારિત સાંસ્કૃતિક કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.

રૂટ પર સ્પેશિયલ બેરીકેડીંગ કરી દેવામાં આવ્યું

આમ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને વિદેશી મહેમાનોને જ્યારે ગુજરાતમાં વડોદરાના આંગણે પધારી રહ્યા છે, ત્યારે દરેક વડોદરાવાસીઓ પણ તેમના સ્વાગત હૃદયપૂર્વક આતિથ્યભાવ પ્રગટ કરવા માટે આતુર છે. આ સાથે જ વડાપ્રધાનના આગમનથી લઇને અન્ય રૂટ પર સ્પેશિયલ બેરીકેડીંગ કરી દેવામાં આવ્યું છે. જેને લઇને તેમની અવર-જવર સમયે રોડ શો જેવો જ માહોલ સર્જાય તો નવાઇ નહીં.

આ પણ વાંચો -- VADODARA : કંપનીના સ્ટાફ ક્વાટર્સમાં દારૂની મહેફીલની જાણ સંચાલકને કર્યા બાદ બબાલ

Tags :
15CulturalmodinarendraperformPMprogramstagesVadodaravisit