VADODARA : પારૂલ યુનિ.ના વિદેશી વિદ્યાર્થી પર હિંસક હુમલો, પોલીસ દોડતી થઇ
VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલી પારૂલ યુનિ. (PARUL UNIVERSITY - VADODARA) માં ભણતા વિદેશી વિદ્યાર્થી પર હિંસક હુમલાની ઘટના (ATTACK ON FOREIGN STUDENT OF PARUL UNIVERSITY) સામે આવી છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલીક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ડીસીપી સહિત સ્થાનિક પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આ ઘટના પાછળનું કારણ જાણવા ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.
સારવાર બાદ પુછપરછ
ગતરાત્રે આજવા રોડ મહાવીર હોલ નજીક આવેલી પરિવાર વિદ્યાલયની સામે આવેલા ગિરીરાજ એવન્યુમાં થર્ડ ફ્લોર પર પી.જી. તરીકે રહેતા પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે માથાકુટ થઇ હોવાની ઘટના સામે આવી હતી. જે અંગે જાણ થતા જ પાણીગેટ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટનાસ્થળ દોડી ગયો હતો. દરમિયાન ઘરમાંથી અનેક જગ્યાએ લોહીના ડાઘા મળી આવ્યા હતા. સાથે જ એક વિદેશી મુળનો વિદ્યાર્થી ઇઝીકેલ વીલીયમ (રહે. એટીએસ, મરીકીકી, પપુઆ ન્યુ ગીની) ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. આ વિદ્યાર્થીને તાત્કાલીક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લાવવામાંં આવ્યો હતો. જ્યાં તેની ટુંકી સારવાર બાદ તેને રજા આપવામાં આવતા પોલીસે વધુ પુછપરછ હાથ ધરી હતી.
દુભાષીયાની મદદથી સંવાદ
આ ઘટનામાં વિદ્યાર્થી સ્થાનિક ભાષાનો જાણકાર ન હોવાથી દુભાષીયાની મદદથી તેની જોડે સંવાદ સાધવામાં આવ્યો હતો. અને તેની પાસેથી સમગ્ર ઘટના અંગેની માહિતી મેળવવામાં આવી હતી. વિદેશી વિદ્યાર્થીઓની રહેણી-કરણીના કારણે આસપાસના લોકો અવાર-નવાર ત્રસ્ત થયા હોય છે.
આ પણ વાંચો -- VADODARA : નવા શહેરો સુધી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવા સાંસદનું સૂચન