ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : જુની અદાવતે મહિલાને ફ્રેક્ચર થતા સુધી માર મરાયો

VADODARA : દશરથુ ઉર્ફે ભુરિયો નટુભાઇ જાદવ હાથમાં લાકડી લઇને ગાળો બોલતો આવ્યો હતો. અને ફરિયાદીને હાથમાં માર માર્યો હતો
12:35 PM Nov 08, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા વડુ પોલીસ મથક (VADU POLICE STATION) માં મહિલા સહિત પરિવારના સભ્યને માર મારવામાં આવ્યો હોવાનો કિસ્સો નોંધાયો છે. જુની અદાવતની રીષ રાખીને દંડા વડે હુમલો કરવામાં આવતા એક શખ્સને હાથમાં ફ્રેક્ચર થઇ ગયું છે. આખરે ઉપરોક્ત મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે.

મારા છોકરાને કેમ બોલો છો

વડું પોલીસ મથકમાં અમૃતબેન રમણભાઇ સોલંકી એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ પાદરાના ડબકામાં પરિવાર સાથે રહે છે. તાજેતરમાં તેમણે બામણગામે બેસણામાં જવાનું હોવાથી તેઓ ઘરે હતા.અને તૈયારીઓ કરી રહ્યા હતા. દરમિયાન ફળિયામાં રહેતા નટુભાઇ ખુશાલભાઇ જાદવની પત્ની ગીતાબેન અગાઉના ઝઘડાની રીષ રાખીને તેમના પુત્ર પરેશને ગાળો બોલવા લાગ્યા હતા. આ અંગેની જાણ તેણે તેમને કરતા ગીતાબેનને જણાવ્યું કે, મારા છોકરાને કેમ બોલો છો, જે કહેવું હોય તે અમને ઘરે આવીને કહો. તે બાદ તેઓ ઘરે પરત આવી ગયા હતા.

ચારેય જણા આ વખતે બચી ગયા છો

તે બાદ દશરથુ ઉર્ફે ભુરિયો નટુભાઇ જાદવ હાથમાં લાકડી લઇને ગાળો બોલતો આવ્યો હતો. અને ફરિયાદીને હાથમાં માર માર્યો હતો. તેવામાં ફરિયાદીની દિકરી વચ્ચે પડતા તેને પણ માર મારવામાં આવ્યો હતો. જે બાદ અન્ય પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અન મારા-મારી કરી હતી. બુમાબુમ થતા ફળિયાના માણસો એકત્ર થઇ ગયા હતા. અને તમામને મારથી બચાવ્યા હતા. જે બાદ દશરથએ ધમકી આપી કે, ચારેય જણા આ વખતે બચી ગયા છો. હવે જીવતા નહીં રહેવા દઇએ. ત્યાર બાદ તેઓ જતા રહ્યા હતા. સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત ફરિયાદીને 108 મારફતે સારવાર અર્થે લઇ જવાાં આવ્યા હતા. જ્યાં ફરિયાદીને મુઢ માર વાગ્યો હતો. અને તેમના પુત્રીને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું. બાદમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.

ચાર સામે ફરિયાદ

આખરે ઉપરોક્ત મામલે દશરથ ઉર્ફે ભૂરિયો જટુભાઇ જાદવ, નટુભાઇ ખુશાલભાઇ જાદવ, ગીતાબેન નટુભાઇ જાદવ, તથા શીતલબેન જાદવ (તમામ રહે. ડબકા, પાદરા, વડોદરા ગ્રામ્ય) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : એક ભૂલ મહિલાને મોત સુધી લઇ ગઇ

Tags :
comefracturedGOTissueOLDonPadrapolicestationsurfaceVadodaraVaduwoman
Next Article