Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ચાણસદની "ODF પ્લસ મોડલ ગામ" તરીકે પસંદગી

VADODARA : વિવિધ માપદંડોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતાને કેન્દ્રમાં રાખીને ગામો ને ODF એટલે કે ખુલ્લામાં શૌચ મુક્ત ગામ જાહેર કરવામાં આવે છે. ત્યારે વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા સ્વચ્છતાની દ્રષ્ટિએ "ODF...
vadodara   ચાણસદની  odf પ્લસ મોડલ ગામ  તરીકે પસંદગી

VADODARA : વિવિધ માપદંડોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતાને કેન્દ્રમાં રાખીને ગામો ને ODF એટલે કે ખુલ્લામાં શૌચ મુક્ત ગામ જાહેર કરવામાં આવે છે. ત્યારે વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા સ્વચ્છતાની દ્રષ્ટિએ "ODF પ્લસ મોડલ ગામ" તરીકે પાદરા તાલુકાનાં ચાણસદ (CHANSAD - PADRA) ગામની પસંદગી કરવામાં આવી છે.

Advertisement

ખૂટતી સુવિધા વિશે ચર્ચા

તાજેતરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક ની અધ્યક્ષતામાં ચાણસદ ગામમાં રાત્રીસભાનું યોજવામાં આવી હતી. જે અન્વયે નિયામકએ સ્વચ્છતાની દ્રષ્ટિએ "ODF પ્લસ મોડલ ગામ" વિશે વિસ્તૃત સમજ પૂરી પાને ખૂટતી સુવિધા વિશે હાજર રહેલ સભ્યો સાથે ચર્ચા કરી તેમજ સ્વચ્છતાની દ્રષ્ટીએ સતત કામગીરી કરવા કર્મચારીઓને અનુરોધ કર્યો.

સામુહિક શૌચાલયનો ઉપયોગ તેમજ સફાઈ

અત્રે નોંધનીય છે કે, ચાણસદ ગામમાં ઘન કચરા માટે ઘર ઘર કલેક્શન કરવામાં આવે છે અને તમામ ઘરોમાં ગટર લાઈનની સુવિધા આવેલ છે. તેમજ તમામ ઘરોમાં શૌચાલયની સુવિધા હોવા સાથે ઉપયોગ થાય છે. વધુમાં જાહેર સ્થળોએ સામુહિક શૌચાલયનો ઉપયોગ તેમજ સફાઈ થાય છે.

Advertisement

વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા

આ સાથે ૧૫ મી ઓગસ્ટ ના રોજ ચાણસદ ગામને "ODF પ્લસ મોડલ ગામ" જાહેર કરવાનું થતું હોય સ્વચ્છતાને લઈને ખૂટતી સુવિધા પૂર્ણ કરવા ગ્રામ પંચાયતને ખાસ સુચના આપવામાં આવી હતી. તેમજ અગાઉના દિવસોમાં "ODF પ્લસ મોડલ ગામ" અંતર્ગત પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડીકેન્દ્ર અને સખી મંડળ માટે સ્વચ્છતા અંગે વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.

મોટા પ્રમાણમાં ગ્રામજનોની હાજરી

આ રાત્રિ સભા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, આરોગ્ય અધિકારી, શાળાના મુખ્ય શિક્ષક, આંગણવાડી કાર્યકર, તલાટી કમ મંત્રી, સરપંચ, પંચાયત સભ્યો, સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણના કર્મચારીઓ, સખી મંડળના બહેનો અને મોટા પ્રમાણમાં ગ્રામજનોની હાજરી માં યોજાઈ હતી.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : બસની બ્રેક ફેઇલ થતા અકસ્માતની હારમાળા સર્જાઇ

Tags :
Advertisement

.