Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વાહનોથી સતત વ્યસ્ત રહેતા સુશેન સર્કલ પાસે મોટો ભૂવો પડ્યો

VADODARA : વડોદરા (VADODARA) માં આ વખતે ચોમાસા (MONSOON) દરમિયાન એક પછી એક વિસ્તારોમાં રોડ-રસ્તા પર ભૂવા પડવાનો સિલસિલો પાછલા વર્ષોનો રેકોર્ડ તોડી રહ્યો છે. ગતરાત્રીએ શહેરના અતિ વ્યસ્ત રહેતા સુશેન સર્કલ પાસે મસમોટો ભૂવો પ્રગટ થયો હતો. કોઈ જાનહાની...
vadodara   વાહનોથી સતત વ્યસ્ત રહેતા સુશેન સર્કલ પાસે મોટો ભૂવો પડ્યો

VADODARA : વડોદરા (VADODARA) માં આ વખતે ચોમાસા (MONSOON) દરમિયાન એક પછી એક વિસ્તારોમાં રોડ-રસ્તા પર ભૂવા પડવાનો સિલસિલો પાછલા વર્ષોનો રેકોર્ડ તોડી રહ્યો છે. ગતરાત્રીએ શહેરના અતિ વ્યસ્ત રહેતા સુશેન સર્કલ પાસે મસમોટો ભૂવો પ્રગટ થયો હતો. કોઈ જાનહાની ટાળવા માટે સ્થાનિકો દ્વારા ભૂવા ફરતે આડાશ ઉભી કરી દેવામાં આવી હતી. વરસતા વરસાદમાં ભૂવો કોઈ ચાલાકના ધ્યાને ન આવે તો મુશ્કેલી સર્જવવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

Advertisement

એક વિસ્તારમાં પડેલો ભૂવો રીપેર થાય તે પહેલાં બીજી ઘટના સામે આવે

વડોદરામાં આ વખતે ચોમાસાની સીઝનમાં સૌથી વધુ રોડ-રસ્તાઓ પર ભૂવા પડ્યા હોવાનો લોકોમાં ગણગણાટ છે. જે મહદઅંશે સાચો પણ છે. શહેરના એક વિસ્તારમાં પડેલો ભૂવો રીપેર થાય તે પહેલાં તો અન્ય વિસ્તારમાં ભૂવો પડવાની ઘટના સામે આવે છે. તેનાથી વિશેષ હવે તો શહેરમાં રોડ નો ભાગ જ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. જે વારે વારે પાલિકાની રોડ બનાવવાની કામગીરી સામે સવાલો ખડા કરી રહી છે. આ વચ્ચે ગત મોડી રાત્રે શહેરના અતિ વ્યસ્ત રહેતા સુશેન સર્કલ પાસે મોટો ભૂવો પડ્યો હોવાનું ધ્યાને આવ્યું છે. છોટા હાથી ટેમ્પો ગરકાવ થઈ જાય તેટલો મોટો આ ભૂવો છે. આ ભૂવાના કારણે કોઈ જાનહાની ન થાય તે માટે સ્થાનિકો દ્વારા તુરંત તેની ફરતે આડાશ મૂકી દેવામાં આવી છે. અને વિસ્તારને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Advertisement

લોકોના મનમાં પાલિકાની કામગીરી સામે અનેક સવાલ

આ અગાઉ શહેરના એલ એન્ડ ટી સર્કલ પાસે મોટો ભૂવો પ્રગટ થયો હતો. જે મોટો થતા મોટી લકઝરી બસ ગરકાવ થઈ જાય તેટલે સુધી વિસ્તર્યો હતો. તેવામાં ફરી તે પ્રકારે સુશેન સર્કલ પાસે મસમોટો ભૂવો પડ્યો છે. જેણે પાલિકાની રોડની કામગીરીમાં પોલંપોલ ખુલ્લી પાડી છે. અને લોકોના મનમાં પાલિકાની કામગીરી સામે અનેક સવાલ ઉભા કર્યા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે આ ભૂવો કેટલા સમયમાં રીપેર થાય છે, તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો : VADODARA : ભારેથી અતિભારે વરસાદની આગાહી, જળાશયો છલકાયા

Tags :
Advertisement

.