VADODARA : નવા બજારમાં વેપારીઓની આશા પર ડ્રેનેજના પાણી ફરી વળ્યા
VADODARA : વડોદરા (VADODARA) ના નવા બજારમાં વેપારીઓની આશા પર વરસાદી સહિત ડ્રેનેજના પાણી ફરી વળ્યા છે. નવરાત્રી સમયે દિવાળીમાં વિવિધ પ્રકારની વસ્તુઓની ખરીદી માટે આ માર્કેટ જાણીતું છે. નવરાત્રી પહેલાના શનિ-રવિમાં ગ્રાહકો ખરીદી કરવા માટે આવશે તેવી આશા લઇને બેઠેલા વેપારીઓને હાલ તબક્કે નિરાશા જ સાંપડી રહી છે. અહિંયાની સમસ્યા અનેક વખત તંત્રના કાન સુધી પહોંચાડવા છતાં તેનો કોઇ કાયમી ઉકેલ નહી આવતા વેપારીઓમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે.
આશાએ વેપારીઓએ માલ-સામાન ભરી રાખ્યો
શહેરના નવા બજારમાં તહેવારોની ખરીદી માટેનું મોટું માર્કેટ આવેલું છે. નવરાત્રી-દિવાળીમાં તો અહિંયા પગ મુકવાની જગ્યા ના રહે તેવી સ્થિતી સર્જાતી હોય છે. નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે નવરાત્રી પહેલાનો આખરી શનિ-રવિવાર છે. ત્યારે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા આવશે તેવી આશાએ વેપારીઓએ માલ-સામાન ભરી રાખ્યો છે. જો કે, હવે તેમની આશા પર ડ્રેનેજના પાણી ફરી વળ્યા છે. જેના કારણે ગ્રાહકો દુરથી જ જતા રહે છે, આનાથી વેપારીઓ ભારે ચિંતીત છે.
ડ્રેનેજ ઉભરાતી બંધ થાય તો ગ્રાહકો આવે અને ધંધો થઇ શકે
વેપારી સર્વેએ જણાવ્યું કે, નવરાત્રી પહેલાનો આ છેલ્લે શનિ-રવિ વાર છે. વરસાદના કારણે સીઝન તો ખરાબ થઇ ગઇ છે. છેલ્લા 25 દિવસથી પાણીનો નિકાલ થાય છે, અને ફરીથી ભરાઇ જાય છે. મારી દુકાનની બહાર પાણી આવી ગયું છે. સારો ધંધો થાય તેવી આશાએ અમે માલ ભર્યો છે. હવે ડ્રેનેજના પાણી ઉભરાવવાના કારણે અમે ધંધો કેવી રીતે કરી શકીશું. અમારો બધો માલ તેમનો તેમ જ પડી રહ્યો છે. પાલિકા પાણીનું જલ્દી નિકાલ કરે તો અમે ધંધો કરી શકીએ. ડ્રેનેજ ઉભરાતી બંધ થાય તો ગ્રાહકો આવે અને ધંધો થઇ શકે. લોકો ડ્રેનેજના પાણીની દુર્ગંધથી જ પાછી જતી રહી છે. વરસાદે અને ડ્રેનેજના પાણીએ અમારો ધંધો ચોપટ કરી દીધો છે. અમે રજુઆત કરીએ, પછી તેઓ કામ કરે છે, પછી ફરી આ સમસ્યા સામે આવે છે.
ગરીબ માણસ ક્યાં જાય
સ્થાનિકોએ જણાવ્યું કે, પૂરમાં અમે 20 દિવસ પરેશાન રહ્યા હતા. હવે વેપારીઓ નિરાશ થઇ રહ્યા છે. શું આ સમસ્યા તંત્રના ધ્યાને નહીં આવતું હોય. નવેસરથી વરસાદી ગટરનું કામ કરવું જોઇએ. ગરીબ માણસ ક્યાં જાય. આટલો માલ-સામાન લઇને ક્યાં જવું. તેઓ મહેનત કરી રહ્યા છીએ. અમે તેમની પરિસ્થીતી જોઇને ખુબ જ દુખી થઇએ છીએ.
આ પણ વાંચો -- VADODARA : વટવૃક્ષ ધરાશાયી થતા પરિવાર ઘરમાં પુરાઇ રહ્યો