VADODARA : સુવિધાસભર નિઝામપુરા અતિથિ ગૃહમાં પ્રસંગ કરવા હજી વાટ જોવી પડશે
VADODARA : વડોદરાના નિઝામપુરા (NIZAMPURA - VADODARA) વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલું અતિથિ ગૃહ (COMMUNITY HALL) હાલ ઘૂળ ખાઇ રહ્યું છે. આ અતિથિ ગૃહનું લોકાર્પણ નહીં કરવામાં આવતા લોકોએ વાટ જોવી પડશે. હાલ આ અતિથિ ગૃહ માટે ઇન્કવાયરી તો આવી રહી છે. પરંતુ લોકોએ વિલા મોંઢે પરત ફરવું પડી રહ્યું છે. આજે કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અને તેમણે મીડિયા સમક્ષ ચિમકી ઉચ્ચારતા કહ્યું કે, જો સત્તાધીશો સત્વરે લોકાર્પણ નહીં કરે તો અમે લોકોને સાખે રાખીને જાતે જ કરી દઇશું.
કોંગ્રેસના કોર્પોરેટર મેદાને આવ્યા
વડોદરાના નિઝામપુરામાં આવેલું અતિથિ ગૃહ સુવિધાઓથી ભરપુર છે. અહિંયા વર-વધુના રૂમથી લઇને તમામ જરૂરી સુવિધઆઓ તૈયાર કરવામાં આવી છે. પરંતુ હાલ આ અતિથિ ગૃહ ધૂળ ખાઇ રહ્યું છે. એક વર્ષથી વધુ સમયથી યથાસ્થિતીમાં તૈયાર થઇને પડી રહેલું અતિથિ ગૃહ હવે સત્વરે શરૂ થાય તે માટે કોંગ્રેસના કોર્પોરેટર મેદાને આવ્યા છે.
કામગીરી પૂર્ણ થઇ ગઇ હતી, અને લોકાર્પણ બાકી હતું
વોર્ડ નં - 1 ના કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ મીડિયાને જણાવ્યું કે, મારી દિકરીના લગ્ન વર્ષ - 2023 માં લેવાયેલા હતા. અમે અતિથિ ગૃહમાં પ્રસંગ ઉજવવાને લઇને ઉત્સાહીત હતા. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. અતિથિગૃહની વિશાળ જગ્યામાં પ્રસંગ યોજવાની અમારી તૈયારી હતી. પરંતુ દુખની વાત છે કે ત્યારે સીટી એન્જિનીયર સહિતના બધા બેઠા હતા. તે સમયે કામગીરી પૂર્ણ થઇ ગઇ હતી, અને લોકાર્પણ બાકી હતું. છતાં પણ તેમણે લોકાર્પણ ના કર્યું. મારા જેવા અસંખ્ય લોકો હશે, જેઓ અતિથિ ગૃહમાં પ્રસંગ ઉજવાય તેવી આશા રાખી રહ્યા હશે.
રૂ. 4 કરોડના ખર્ચે અતિથિ ગૃહ બનાવ્યું છે
વધુમાં તેમણે જણાવ્યું કે, પાલિકાએ આ અતિથિ ગૃહનું ભાડું શું રાખીશું, તેના સંદર્ભે વર્ષ - 2022 બનીને તૈયાર અતિથિ ગૃહનું વર્ષ 2024 માં લોકાર્પણ નથી કરતા. જુનું અતિથિ ગૃહ તોડીને નવું બનાવ્યું ત્યારથી લોકોની નજર છે. હમણાં જ બે લોકો બુકીંગ અર્થે આવ્યા હતા. વોર્ડના અનેક લોકો અતિથિ ગૃહ માટે ઇન્કવાયરી લઇને આવે છે. સત્તાધીશોને ગરીબ અને મધ્યવર્ગના લોકોની ચિંતા નથી, તે આના પરથી સ્પષ્ટ દેખાય છે. લગ્ન જીવનમાં એક વખત થાય. આ રૂ. 4 કરોડના ખર્ચે અતિથિ ગૃહ બનાવ્યું છે. અગાઉ પેવર બ્લોકનું બહાનું આગળ ધર્યું હતું. અતિથિ ગૃહનો વર્ક ઓર્ડર આવ્યું, ત્યારે તે વોર્ડ નં - 1 માં હતું. પરંતુ નવા સિમાંકન અંતર્ગત અન્ય વોર્ડ માં ગયું છે. જો સત્તાધીશો સત્વરે લોકાર્પણ નહીં કરે તો અમે લોકોને સાખે રાખીને જાતે જ કરી દઇશું.
આ પણ વાંચો -- VADODARA : શહેરને સુશોભિત રાખતા પાલિકાના ગાર્ડનમાં લાઇટો ગુલ