ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : યુવાનોએ BSF ના જવાનો સાથે નવા વર્ષની ઉજવણી કરી

VADODARA : સિમાડાની રક્ષામાં તૈનાત બધાય જવાનો પરિવાર જોડે દિવાળી વિતાવે તે શક્ય નથી. ત્યારે સેવાભાવી યુવાનો તેમની પાસે પહોંચી જાય છે.
10:01 AM Nov 03, 2024 IST | PARTH PANDYA

VADODAR : હાલ દેશભરમાં રંગેચંગે દિપાવલી (DEEPAVALI - 2024) પર્વની ઉજવણી ચાલી રહી છે. ત્યારે વડોદરા (VADODARA) ના યુવાનોએ વિશેષ દિવસની ઉતવણી દેશના સિમાડે જખૌ ખાતે સુરક્ષામાં તૈનાત બીએસએફના જવાનો સાથે પર્વની ઉજવણી કરી છે. વડોદરાના યુવાનો મીઠાઇ અને ગામડાની શાળાઓ દ્વારા લખવામાં આવેલા પત્રો તેમના સુધી પહોંચાડ્યા છે. આ આયોજનમાં એક હજારથી વધુ જવાનો જોડાયા હોવાનો દાવો સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે. સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારના અનોખા પ્રયાસ કરી રહ્યું છે.

તેમના સુધી પર્વની ખુશી પહોંચાડવાનો પ્રયાસ

દેશભરમાં દિપાવલી પર્વનો માહોલ છે. આ પર્વ પર દિવા પ્રગટાવવા, ઘર-દુકાનમાં રોશની કરવી, સ્વજનોને શુભેચ્છા પાઠવવી, ફટાકડા ફોડીને તેની ઉજવણી કરવામાં આવે છે. જો કે, આ દિવસો દેશના સિમાડાની રક્ષામાં તૈનાત બધાય જવાનો તેમના પરિવાર જોડે વિતાવે તે શક્ય નથી. તેવા સમયે સેવાભાવી યુવાનો તેમના સુધી પર્વની ખુશી પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય છે. આવું જ કંઇક વડોદરાના આતિથ્ય ફાઉન્ડેશન દ્વારા સતત ત્રણ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. તેમણે આ સિલસિલો ચાલુ વર્ષે પણ યથાવત રાખ્યો છે.

વિઘાકોટ ફોર્ટ બોર્ડર, ખરદોઈ અને BOP 1120 ગયા

આતિથ્ય ફાઉન્ડેશનના સર્વે વ્રજ ઠક્કર, રાજ ઓડેદરા અને યુવરાજ ગોહિલ જણાવે છે કે, દર વર્ષે અમારા જવાનો (સીમા સુરક્ષા દળ અને ભારતીય સેના) સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરીએ છીએ. છેલ્લા ત્રણ વર્ષથી, અમે BSF કેમ્પ એટલે કે ખરદોઈ, ધર્મશાળા, ભેડિયાબેટ, ખાવડા, કોટેશ્વર, લખપત, જખૌ ખાતે ફરજ બજાવી રહેલ જવાન સાથે દિવાળી ઉજવીએ છીએ. આ વર્ષે અમે કોટેશ્વર, વિઘાકોટ ફોર્ટ બોર્ડર, ખરદોઈ અને BOP 1120 ગયા હતા.

બાળકો દ્વારા લખેલા પત્રો અને મીઠાઈઓ આપી

વધુમાં તમામે જણાવ્યું કે, આપણા રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અને સમર્પણ માટે આપણે ખૂબ જ આભારી છીએ. અમે તેમને અમારા દાતાઓ અને વડોદરાના ગામડામાં સ્થિત શાળાઓના બાળકો દ્વારા લખેલા પત્રો અને મીઠાઈઓ આપીએ છીએ. આ વર્ષે, અમારા ફાઉન્ડેશનના સ્થાપકો દિવાળીની ઉજવણી કરવા બોર્ડર પર ગયા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં લગભગ 1000 BSF જવાનોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો -- VADODARA : મોડી રાત્રે પૂર ઝડપે જતી કાર પલટી, નબીરાઓ સામે ફરિયાદ

Tags :
celebratedeepavaliforcesfounderHappinessNGOSecuritysharedVadodarawith
Next Article