Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara News : પાદરામાં કંપનીની બેદરકારીના કારણે કામદારનું મોત, પરિવારો કંપનીના ગેટ પર ધારણા પર બેઠા

અહેવાલ - વિજય માલી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરાના કરખડી ખાતે આવેલ કંપની માં કામ કરતા એક કામદારનું મોત નિપજતા રોષે ભરાયેલ પરિવારજનો અન્ય કામદારો અને સ્થાનિકો લોકો કંપની ખાતે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં લોકો કંપની પર પહોંચી હોબાળો મચાવતા...
vadodara news   પાદરામાં કંપનીની બેદરકારીના કારણે કામદારનું મોત  પરિવારો કંપનીના ગેટ પર ધારણા પર બેઠા

અહેવાલ - વિજય માલી

Advertisement

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરાના કરખડી ખાતે આવેલ કંપની માં કામ કરતા એક કામદારનું મોત નિપજતા રોષે ભરાયેલ પરિવારજનો અન્ય કામદારો અને સ્થાનિકો લોકો કંપની ખાતે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં લોકો કંપની પર પહોંચી હોબાળો મચાવતા વડું પોલીસ મથકનો કાફલો કંપની ખાતે દોડી આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પાદરાના કરખડી ખાતે આવેલ એલેમ્બિક કંપનીમાં કામ કરતા બોરસદ તાલુકાનાં કંકાપુરા ગામના 41 વર્ષીય રમેશભાઈ જામસિંહ પરમારનું મોત નિપજતા પરિવારજનો દ્ધારા તેમનું મોત કંપની માં કેમિકલ લાગવાથી નીપજ્યું હોવાના આક્ષેપ સાથે પરિવારજનો, અન્ય કામદારો, સ્થાનિક આગેવાનો કંપની ખાતે રમેશભાઈના મૃતદેહ ને લઈને પહોંચ્યા હતા અને કંપની ના ગેટ પાસે મૃતદેહ મૂકી ધરણા પર બેસી ગયા હતા. ઘટનાની જાણ વડું પોલીસ મથકને કરવામાં આવતા પોલીસનો કાફલો કંપની ખાતે દોડી આવ્યો હતો

Advertisement

પરીવાર નાં જણાવ્યા અનુસાર કરખડી ગામની એલેમ્બિક કંપની માં ગતરોજ બે યુવકોને કંપની માં કામગીરી દરમિયાન કેમિકલ ની અસર થવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અને કંપની દ્વારા એક ઈર્જાગ્રસ્તને ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ કામદાર રમેશભાઈ પરમાર ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઘરે પરત મોકલી આપ્યા હતા. જોકે ઘરે પહોંચ્યા બાદ રમેશભાઈ પઢીયાર ની તબિયત નાદુરસ્ત થયા તેઓ નું મોત નીપજ્યું હતુ.

સમગ્ર મામલે મૃતક ના પરિવારજનો દ્ધારા રોષ વ્યક્ત કરતા એલેમ્બિક કંપનીના ગેટ સામે મૃતક રમેશભાઈ જામસિંહ પરમાર મૃતદેહ લઈ પહોંચ્યા હતા જયાં પાદરા તાલુકાના માજી ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર અને તાલુકાના અનેક સામાજિક આગેવાનો મરણ જનાર કામદાર રમેશભાઈને ન્યાય મળે અને કંપની તરફથી એમનાં પરિવાર ને યોગ્ય વળતર મળે એ માટે કંપની ના ગેટની બહાર ઉપવાસ આંદોલન પર બેઠા હતા અને જયાં સુધી કંપની ના અધિકારીઓ દ્ધારા સંતોષકારક જવાબ આપવામાં નહિ આવે ત્યાં સુધી કંપની ગેટ સામે થી મૃતદેહ હટાવવા માં નહિ આવે તેમ નિર્ણય કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો : Ahmedabad News : ધોળકામાં એક પરિવારે કર્યો સામૂહિક આપઘાત, પિતા અને પુત્રનું મોત, અન્ય બેની હાલત ગંભીર

Tags :
Advertisement

.