Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : "વિરોધ પક્ષ" ની સ્ટાઇલમાં બગીચાનું લોકાર્પણ, સ્થાનિકોએ રીબીન કાપી

VADODARA : વડોદરા (VADODARA) ના ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલા બાગનો 15 ઓગસ્ટના રોજ લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહેનાર હતા. ત્યારે અંતિમ ઘડીએ આ લોકાર્પણ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ લોકોની સુખાકારી માટે તૈયાર કરાયેલા...
vadodara    વિરોધ પક્ષ  ની સ્ટાઇલમાં બગીચાનું લોકાર્પણ  સ્થાનિકોએ રીબીન કાપી

VADODARA : વડોદરા (VADODARA) ના ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલા બાગનો 15 ઓગસ્ટના રોજ લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહેનાર હતા. ત્યારે અંતિમ ઘડીએ આ લોકાર્પણ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ લોકોની સુખાકારી માટે તૈયાર કરાયેલા બાગનું સ્થાનિક-રાજકીય અગ્રણી દ્વારા રીબીન કાપીને ઉદ્ધાટન કરી દેવામાં આવ્યું હતું. સામાન્ય રીતે લોકાર્પણની વાટ જોતા પ્રકલ્પોનું આ સ્ટાઇલમાં વિરોધ પક્ષ દ્વારા રીબીન કાપીને ઉદ્ધાટન કરવામાં આવે છે. આશ્ચર્ય વચ્ચે આ વખતે આ રીતે સત્તાપક્ષ જોડે જોડાયેલા લોકો દ્વારા જ આમ કરવામાં આવ્યું છે.

Advertisement

અંતિમ ઘડીએ મુલતવી કરી દેવામાં આવ્યું

વડોદરાનું રાજકારણ એકબીજાની ટાંટીયાખેંચ માટે વધુ જાણીતું છે. આ વાતની સાબિતી આપતા કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા રહે છે. ત્યારે આ વખતે વિરોધપક્ષની સ્ટાઇલમાં સત્તાપક્ષ જોડે જોડાયેલા અગ્રણીઓ દ્વારા ગાર્ડનનું ઉદ્ધાટન કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઇલોરાપાર્કમાં પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા જોગર્સ પાર્ક-ગાર્ડનનું 15 ઓગસ્ટના રોજ લોકાર્પણ કરવાનું હતું. પરંતુ તે માટે મેયરની સમય અનુકુળતા ન હોવાના કારણે અંતિમ ઘડીએ તે મુલતવી કરી દેવામાં આવ્યું હતું.

Advertisement

સત્તાપક્ષમાં પણ આ ચીલો શરૂ થયો

તો બીજી તરફ આ બાગનો લાભ લેવા માટે સ્થાનિકો આતુર હતા. જેથી ભાજપ સાથે સંકળાયેલા અગ્રણીઓ દ્વારા જ મોટા નેતાની રાહ જોયા વગર તેનું લોકાર્પણ કરી દીધું હતું. આ સ્ટાઇલથી સામાન્ય રીતે વિરોધ પક્ષ કામ કરતું લોકોએ જોયું હતું. પરંતુ હવે સત્તાપક્ષમાં પણ આ ચીલો શરૂ થતો જોવા મળી રહ્યો છે.

Advertisement

સુંદર બગીચો તૈયાર કરવામાં આવ્યો

BJP રાજકીય અગ્રણી મુકેશ દિક્ષીતે જણાવ્યું કે, બાગ અને ગાર્ડનની નગરી વડોદરામાં વધુ એક બાગનો ઉમેરો થઇ રહ્યો છે. 15 ઓગસ્ટના રોજ શહેરના પોષ ગણાતા ઇલોરાપાર્ક વિસ્તારના, ગ્રીન બેલ્ટમાં પાલિકા અને વિસ્તારના અગ્રણીઓના સહયોગથી સુંદર બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. આજે તેનું લોકાર્પણ સ્થાનિક-રાજકીય અગ્રણી જયેન્દ્રભાઇ શાહના હસ્તે કરવામાં આવ્યું છે. પ્રસંગે પૂર્વ કાઉન્સિલર, સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા. આ બાગનો લોકો મોટી સંખ્યામાં લાભ લે તેવી વિનંતી.

આ પણ વાંચો -- Jharkhand: પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન આજે...

Tags :
Advertisement

.