Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગરબા ખેલૈયાઓ માટે ઇન્શ્યોરન્સ લેવાયો, સાપ રેસ્ક્યૂ માટે ટીમ તૈનાત રહેશે

VADODARA : વડોદરા (VADODARA) ના ગરબા (NAVRATRI GARBA - 2024) વિશ્વ વિખ્યાત છે. અહિંયા શિસ્તબદ્ધ રીતે મોટું કુંડાળુ કરીને રમાતા ગરબા વિશ્વામાં બીજે ક્યાંય જોવા નહીં મળે. આ વર્ષે સાત મોટા ગરબા આયોજકો દ્વારા ગરબા ખેલૈયાઓનો કરોડો રૂપિયાનો ઇન્શ્યોરન્સ લેવામાં...
vadodara   ગરબા ખેલૈયાઓ માટે ઇન્શ્યોરન્સ લેવાયો  સાપ રેસ્ક્યૂ માટે ટીમ તૈનાત રહેશે
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના ગરબા (NAVRATRI GARBA - 2024) વિશ્વ વિખ્યાત છે. અહિંયા શિસ્તબદ્ધ રીતે મોટું કુંડાળુ કરીને રમાતા ગરબા વિશ્વામાં બીજે ક્યાંય જોવા નહીં મળે. આ વર્ષે સાત મોટા ગરબા આયોજકો દ્વારા ગરબા ખેલૈયાઓનો કરોડો રૂપિયાનો ઇન્શ્યોરન્સ લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેની કિંમત ગત વર્ષ કરતા વધારે હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ વડોદરાના પેલેસમાં રમાતા ગરબાના આયોજકો દ્વારા સાપ રેસ્ક્યૂ કરવા માટે તથા સાપ કરડે તો તેની પ્રાથમિક સારવાર માટે ટીમની તૈનાતી કરવામાં આવનાર હોવાનું પણ સપાટી પર આવવા પામ્યું છે.

6 મોટા ગરબા આયોજકો દ્વારા રૂ. 30.18 કરોડનો ઇન્શ્યોરન્સ

આવતી કાલથી દેશભરમાં આસો નવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી કરાશે. આ નવરાત્રી દરમિયાન વડોદરામાં રમાતા ગરબા વિશ્વ વિખ્યાત છે. લાખોની સંખ્યામાં ગરબા ખેલૈયાઓ ગરબા ઘૂમી માતાજીના આરાધના પર્વમાં જોડાય છે. ત્યારે વડોદરાના 6 મોટા ગરબા આયોજકો દ્વારા આશરે 3 લાખથી વધુ ખેલૈયાઓ માટે રૂ. 30.18 કરોડનો ઇન્શ્યોરન્સ લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ પૈકી વડોદરાના પેલેસમાં રમાતા ગરબા માં સાપ અથવા અન્ય સરીસૃપ નિકળવાની શક્યતાને પગલે રેસ્ક્યૂ માટેની ટીમ તૈનાત રહેશે. સાથે જ સાપ કરડે તેની સામેની પ્રાથમિક સારવારની પણ તૈયારી રાખવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

ઇન્શ્યોરન્સની કિંમત ગત વર્ષ કરતા કુલ મળીને વધુ રૂ. 7 કરોડ

વડોદરાના સૌથી મોટા ગરબા આયોજક યુનાઇટેડ વે દ્વારા રૂ. 14 કરોડ, વડોદરા નવરાત્રી ફેસ્ટીવલ - 5.68 કરોડ, વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી - રૂ. 4 કરોડ, શ્રી સમસ્ત પાટીદાર સમાજ - રૂ. 1.50 કરોડ, શ્રી નવશક્તિ ગરબા - રૂ. 2 કરોડ અને કારેલીબાગ સ્પોર્ટસ - રૂ. 3 કરોડનો ઇન્શ્યોરન્સ લેવામાં આવ્યો છે. આ ઇન્શ્યોરન્સની કિંમત ગત વર્ષ કરતા કુલ મળીને વધુ રૂ. 7 કરોડ હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ, આયોજકો દ્વારા તેમના તરફી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : આજવા અને પ્રતાતપુરા ડેમના દરવાજા ખોલાયા, જાણો કારણ

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 36 મામલતદારની બદલી, પંચાયત વિભાગ દ્વારા TDOની બદલી

featured-img
રાજકોટ

Rajkot : વિજયભગત અને ગીતાબહેન ગરબામાં એકબીજાને ઇશારો કરતા હતા : નરેન્દ્ર સોલંકી

featured-img
ગુજરાત

AHMEDABAD ની ખ્યાતનામ શાળામાં બાળકીનું શંકાસ્પદ મોત

featured-img
ગાંધીનગર

BJP Gujarat : જિલ્લા-શહેર નવા પ્રમુખોની જાહેરાત માટે હજું જોવી પડશે વાટ, આ છે કારણ!

featured-img
ગુજરાત

VADODARA : ક્વિક કોમર્સ કંપનીનું ગોડાઉન સીલ, લોકોએ વિરોધ કરતા કાર્યવાહી

featured-img
Top News

જુનાગઢ બાદ હવે Rajkot માં ધાર્મિક સ્થળમાં વિવાદ! કોંગ્રેસ નેતાએ CM, વક્ફ બોર્ડને કરી રજૂઆત

Trending News

.

×