Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : MSU ની ટેક્નોલોજી ફેકલ્ટીમાં પરિણામો ન આવતા પ્રચંડ વિરોધ

VADODARA : વડોદરાની વિશ્વા વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (VADODARA - MSU) ની ટેક્નોલોજી ફેકલ્ટીમાં રીએસેસમેન્ટના પરિણામ 60 દિવસ વિતી ગયા હોવા છતાં આવ્યા નથી. જેથી આજે વિદ્યાર્થીઓ ભારે આક્રમક મોડમાં જોવા મળ્યા છે. આજે ડિન ઓફીસ બહાર :રઘુપતિ રાઘવ રાજા...
vadodara   msu ની ટેક્નોલોજી ફેકલ્ટીમાં પરિણામો ન આવતા પ્રચંડ વિરોધ

VADODARA : વડોદરાની વિશ્વા વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (VADODARA - MSU) ની ટેક્નોલોજી ફેકલ્ટીમાં રીએસેસમેન્ટના પરિણામ 60 દિવસ વિતી ગયા હોવા છતાં આવ્યા નથી. જેથી આજે વિદ્યાર્થીઓ ભારે આક્રમક મોડમાં જોવા મળ્યા છે. આજે ડિન ઓફીસ બહાર :રઘુપતિ રાઘવ રાજા રામ ડીન કો સદબુદ્ધિ દે ભગવાન" ની ધુન બોલાવીને અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આમ, યુનિ.ની વધુ એક ફેકલ્ટીના કામકાજથી વિદ્યાર્થીઓ નાખુશ હોવાનું સપાટી પર આવવા પામ્યું છે.

Advertisement

વિદ્યાર્થીઓને ભારે હાલાકી

વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીમાં ભણતા વિદ્યાર્થીઓ આજે આક્રોષિત થઇને ફેકલ્ટી ડિનની ઓફીસે પહોંચ્યા હતા. તમામ ફેકલ્ટીઓની રીએસેસમેન્ટના પરિણાનો આવી ગયા છતાં ટેક્નોલોજી ફેકલ્ટીનું પરિણામ હજી બાકી છે. જેને લઇને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓને લાંબા સમયથી પડતી મુશ્કેલીઓનો અંત આણવા માટે આજે પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો છે.

ડિનની ઘોર બેદરકારી

વિદ્યાર્થી અગ્રણીઓ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ટેક્નોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા રીએસેસમેન્ટના ફોર્મ ભર્યાને 60 દિવસ વિતી ગયા છે. હજી સુધી રીએસેસમેન્ટનુ રીઝલ્ટ મળ્યું નથી. અન્ય ફેકલ્ટીઓની રીએસેસમેન્ટના રીઝલ્ટ આવી ગયા છે. પરંતુ ટેક્નોલોજી ફેકલ્ટીના ડિનની ઘોર બેદરકારીના કારણે અમને હજીસુધી પરિણામ મળ્યા નથી. અમે સીધા આંદોલન કરવા નથી આવ્યા. અમે એક મહિના અગાઉ ડિન સરને મળીને રજુઆત કરી હતી. ત્યારે તેમણે વિદ્યાર્થીઓનો ખોટા પાડવાના પ્રયાસો કરીને ઉડાઉ જવાબ આપ્યા હતા. વિદ્યાર્થીઓના આગળના વર્ષનો અભ્યાસ શરૂ થઇ ગયો છે. એક્ઝાન ચાલું છે. રીએસેસમેન્ટ માટે જેમણે આપ્યા છે, તેમને હોસ્ટેલમાં પ્રવેશ નથી મળી રહ્યો. તેમણે બહાર રહેવું પડે છે. આખરે અમારે આંદોલન કરવું પડ્યું છે.

Advertisement

ડિન ઓફીસ બહાર ધુન

ડિન સરે કહ્યું કે, કલાકમાં અથવા તો સાંજે પરિણામ આવી જશે. પરંતુ અમને તેમના પર ભરોસો નથી રહ્યો. જો પરિણામો આવવાના હોત, તો આવી ગયા હોત. અમારે આંદોલન કરવાની જરૂર પડી ન હોત. દરમિયાન બીજી તરફ વિદ્યાર્થીઓ દ્વારા ડિન ઓફીસ બહાર ધુન બોલાવવામાં આવી હતી. જેના શબ્દો હતા કે, રઘુપતિ રાઘવ રાજા રામ ડીન કો સદબુદ્ધિ દે ભગવાન.

આ પણ વાંચો -- VADODARA : MSU ગર્લ્સ હોસ્ટેલમાં 10 થી વધુ વિદ્યાર્થીનીઓ પાણી-મચ્છરજન્ય બિમારીનો શિકાર

Advertisement

Tags :
Advertisement

.