Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : MSU માં વિદ્યાર્થી જૂથની માંગ પૂર્ણ નહી થતા ડીન પર બંગડીઓ ફેંકાઇ

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (VADODARA - MSU) માં બે અલગ અલગ સંગઠનના વિદ્યાર્થી વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ ડીન ઓફીસમાં બંને જુથના વિદ્યાર્થીઓ રજુઆત કરવા પહોંચતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા છે. દરમિયાન ડીન ઓફીસના...
vadodara   msu માં વિદ્યાર્થી જૂથની માંગ પૂર્ણ નહી થતા ડીન પર બંગડીઓ ફેંકાઇ

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (VADODARA - MSU) માં બે અલગ અલગ સંગઠનના વિદ્યાર્થી વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ ડીન ઓફીસમાં બંને જુથના વિદ્યાર્થીઓ રજુઆત કરવા પહોંચતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા છે. દરમિયાન ડીન ઓફીસના દરવાજાનો કાચ પણ તુટ્યો છે. અને ડીનનો શર્ટ પણ ફાટ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જે બાદ આ મમાલે પોલીસ ફરિયાદ નોંધાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. માંગ વધુ ઉગ્ર બનાવતા એબીવીપી જુથના વિદ્યાર્થીઓ દ્વારા ફેકલ્ટી ડીન પર બંગડીઓ ફેંકી તથા તેમના ખીસ્સામાં મુકીને વિરોધ દર્શાવ્યો છે. આ વિરોધ સમયે યુનિ. કેમ્પસમાં પોલીસ ખડકી દેવામાં આવી છે.

Advertisement

ડીનનો શર્ટ ફાટ્યો

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બે અલગ અલગ સંગઠનના વિદ્યાર્થી વચ્ચે પોલીટેકનીક કોલેજમાં ઘર્ષણની ઘટના સામે આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, એનએસયુઆઇ અને એબીવીપી સાથે સંકળાયેલા વિદ્યાર્થી વચ્ચે આજે સવારે ઘર્ષણ થયું છે. આ ઘર્ષણ બાદ પોતાની રજુઆત લઇને ડીનની ઓફીસ પહોંચેલા બંને જુથના વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ઓફીસના ગેટનો કાચ તથા ડીનનો શર્ટ ફાટ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાદ એવીબીવી વિદ્યાર્થી સંગઠનના નેતાઓ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે. આ માંગને વધુ ઉગ્ર બનાવતા એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા ફેકલ્ટી ડીન પર બંગડીઓ ફેંકવામાં આવી છે. જો કે, ડીન દ્વારા વિદ્યાર્થીઓ માની જશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Advertisement

ફોનકોલ રીસીવ કર્યો ન્હતો

પોલીટેકનીક કોલેજ ડીન ધનેશ પટેલ મીડિયાને જણાવે છે કે, આજે સવારે બે વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આશરે 11 - 30 કલાકની આ ઘટના હશે. બાદમાં એક છોકરો મારી પાસે આવ્યો હતો. બાદમાં જેણે આ કૃત્ય કર્યું હતું તેના માતા-પિતાનો ટેલિફોનીક સંપર્ક કરવાનો અમે પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમણે ફોનકોલ રીસીવ કર્યો ન્હતો. ત્યાર પછી તેઓ મારી પાસે ફરી આવ્યા. અને તેમની એવી માંગ હતી કે, આ મામલે એફઆઇઆર થાય. જે અંગે મેં ઉપર વાત કરી હતી. વિડીયોમાં બંનેએ એક બીજાને પકડેલા હતા. મારી ઓફીસમાંથી બહાર નિકળતા કાચ તુટ્યો છે. પગલાં લેવામાં આવશે. બાદમાં વિરોધ કરનારાઓ વિદ્યાર્થીઓ માની જશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : બમણી ઉંમરના પુરૂષ જોડે પ્રેમમાં પડેલી સગીરાએ માતાને માર માર્યો

Advertisement

Tags :
Advertisement

.