VADODARA : MSU ની કોમર્સ ફેકલ્ટીના પ્રોફેસરો દિવાળીમાં પણ કામ કરશે
VADODARA : વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો માટે દિવાળી વેકેશન (DIWALI VACATION) શરૂ થઇ ગયું છે. પરંતુ કોમર્સ ફેકલ્ટી (COMMERCE FACULTY - MSU) ના પ્રોફેસરો માટે આ વેકેશન ઔપચારીક માત્ર રહેનાર હોવાનું જાણવા મળ્યું છે. એક્ઝામના તુરંત બાદ આવતા દિવાળી વેકેશનને પગલે પ્રોફેસરો પેપર તપાસવાની કામગીરીમાં જોતરાશે. આમ, વિદ્યાર્થીઓ જ માત્ર વેકેશનની મજા માણી શકશે. આ કાર્ય માટે પ્રોફેસરોની સંમતિ લેવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જો વેકેશનમાં પેપર ચકાસવાનું કામ ના થાય તો પરિણામો વિલંબથી જાહેર થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
કારણ છે પેપર ચેકીંગ
દેશભરમાં દિપાવલી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શાળા-કોલેજોમાં હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે.
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં દિવાળી વેકેશન પહેલા એક્ઝામ પતાવી લેવામાં આવી છે. હાલમાં કહેવા માટે તો વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો માટે વેકેશન ચાલી રહ્યું છે. પરંતુ ખરેખરમાં તો તે માત્ર વિદ્યાર્થીઓ માટે જ છે. તેનું કારણ છે પેપર ચેકીંગ. દિવાળી પહેલા યુનિ.ની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય વર્ષ તથા રીપીટરની એક્ઝામ પૂર્ણ થઇ છે.
સંમતિ લઇને દિવાળી વેકેશન ટાણે પેપર ચેકીંગનું કાર્ય ચાલુ
એક્ઝામ પૂર્ણ થયા બાદ દિવાળી વેકેશન આવતું હોવાથી જો પેપર ચેકીંગમાં મોડુ થાય તો તેની અસર રીઝલ્ટ જાહેર કરવા પર થઇ શકે છે. જેથી યુનિ. દ્વારા પ્રોફેસરોની સંમતિ લઇને દિવાળી વેકેશન ટાણે પેપર ચેકીંગનું કાર્ય ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. નવેમ્બર - 2024 ના અંતિમ સપ્તાહ સુધીમાં પેપર ચેકીંગનું કાર્ય આટોપી લેવાની તૈયારીઓ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : અન્યના જીવનમાં ઉજાસ-મીઠાશ પાથરીને પોલીસ જવાનોની દિપોત્સવી પર્વની ઉજવણી