Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : MSU ની લો ફેકલ્ટીના ક્લાસરૂમની છતનો ભાગ કેમ આવો થયો !

VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ની લો ફેકલ્ટી (LAW FACULTY) માં આવેલા ક્લાસરૂમની સજાવટ માટે લગાડવામાં આવેલી પીઓપીનો ચોક્કસ ભાગ કાઢેલી હાલતમાં મળી આવ્યો છે. રવિવારની રજા બાદ આજે ક્લાસરૂમમાં જતા આ વાત...
vadodara   msu ની લો ફેકલ્ટીના ક્લાસરૂમની છતનો ભાગ કેમ આવો થયો

VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ની લો ફેકલ્ટી (LAW FACULTY) માં આવેલા ક્લાસરૂમની સજાવટ માટે લગાડવામાં આવેલી પીઓપીનો ચોક્કસ ભાગ કાઢેલી હાલતમાં મળી આવ્યો છે. રવિવારની રજા બાદ આજે ક્લાસરૂમમાં જતા આ વાત ધ્યાને આવી છે. ગત રોજ આ થયું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આ જોતા હવે છતનો ભાગ તુટી પડ્યો કે તેને કોઇ કામસર દુર કરવામાં આવ્યો છે, તે અંગે તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Advertisement

શીટને બહારની લોબીમાં મુકવામાં આવી

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અનેક કારણોસર ચર્ચામાં રહે છે. ત્યારે આજે યુનિ.ની લો ફેકલ્ટી ચર્ચામાં આવી છે. ગતરોજ રવિવારની રજા હોવાથી લો ફેકલ્ટી બંધ હતી. આજે સવારે લો ફેકલ્ટીમાં આવેલા એક ક્લાસ રૂમમાં વિદ્યાર્થીઓ પહોંચતા જ ચોંકી ઉઠ્યા છે. આ પાછળનું કારણ ક્લાસરૂમની છતની સજાવટ માટે લગાડવામાં આવેલા પીઓપી શીટનો કેટલોક મીસીંગ હોવાનું ધ્યાને આવ્યું છે. છતમાંથી દુર થયેલી પીઓપી શીટને બહારની લોબીમાં મુકવામાં આવી છે. છતનો આ ભાગ તુટીને પડ્યો કે પછી તેને કોઇ કારણોસર દુર કરવામાં આવ્યો તો અંગે કોઇ સ્પષ્ટતા હાલ તબક્કે સામે આવવા પામી નથી. પરંતુ આ વાતને લઇને અનેક અટકળો ચાલી રહી છે.

Advertisement

તંત્ર દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવી જોઇએ

લો ફેકલ્ટીના પ્રથમ માળે આવેલા 19 નંબરના ક્લાસરૂમની આ ઘટના હોવાનું આધારભુત સુત્રો જણાવી રહ્યા છે. હાલ લો ફેકલ્ટીમાં રાબેતા મુજબ લેક્ચર્સ ચાલી રહ્યા છે. જો છતનો ભાગ તુટીને પડ્યો હોય તો, રવિવારની રજાના દિવસની જગ્યાએ ચાલુ દિવસે આ ઘટના સર્જાઇ હોત તો મુશ્કેલીમાં મુકાવવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના મનમાં ચાલતા સવાલોને દુર કરવા માટે તંત્ર દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવી જોઇએ તેવું લાગી રહ્યું છે. જે બાદ તમામની ઉત્સુકતાનો અંત આવશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : નિંદ્રાધીન યુવકના ગાલે સાપે દંશ દીધા બાદ મોત

Tags :
Advertisement

.