Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગણેશ ઉત્સવને લઇ સાંસદનુ સૂચન વેસ્ટર્ન રેલવેએ સ્વિકાર્યુ

VADODARA : વડોદરા શહેર (VADODARA) ની આન બાન અને શાન સમા દસ દિવસ ગણેશોત્સવનો આગામી તારીખ સાત સપ્ટેમ્બરના રોજથી પ્રારંભ થઈ રહ્યો છે. ગણેશોત્સવના તહેવારને અનુલક્ષીને શ્રીજી ભક્તોના સંભવિત ધસારાને પહોંચી વળવા વેસ્ટર્ન રેલવે દ્વારા વધુ સાપ્તાહિક ટ્રેનો દોડાવવાનો નિર્ણય...
vadodara   ગણેશ ઉત્સવને લઇ સાંસદનુ સૂચન વેસ્ટર્ન રેલવેએ સ્વિકાર્યુ

VADODARA : વડોદરા શહેર (VADODARA) ની આન બાન અને શાન સમા દસ દિવસ ગણેશોત્સવનો આગામી તારીખ સાત સપ્ટેમ્બરના રોજથી પ્રારંભ થઈ રહ્યો છે. ગણેશોત્સવના તહેવારને અનુલક્ષીને શ્રીજી ભક્તોના સંભવિત ધસારાને પહોંચી વળવા વેસ્ટર્ન રેલવે દ્વારા વધુ સાપ્તાહિક ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના સાંસદ ડો. હેમાંગ જોષી (VADODARA MP DR. HEMANG JOSHI) એ આ મુદ્દે વેસ્ટર્ન રેલવેના સત્તાધીશોનું ધ્યાન દોર્યું હતું. જેનો સત્તાધીશોએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

Advertisement

ટ્રેન તારીખ 3 થી 17 સપ્ટેમ્બર દરમિયાન દોડશે

10 દિવસીય ગણેશોત્સવના તહેવાર નિમિત્તે શ્રીજી ભક્તોના ધસારાને પહોંચી વળવા વેસ્ટર્ન રેલવેના સત્તાધીશોએ સાપ્તાહિક ટ્રેનો વધુ દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં અમદાવાદ થી કુડાલ, વિશ્વામિત્રીથી કુડાલ તથા અમદાવાદથી મંગલુરુનો સમાવેશ થાય છે. ટ્રેન નંબર 09412 અમદાવાદથી કુડાલ સાપ્તાહિક ટ્રેન દર મંગળવારે અમદાવાદથી 9:30 વાગે ઉપડશે. આ ટ્રેન બીજા દિવસે 3:30 કલાકે કુડાલ પહોંચશે. આ ટ્રેન તારીખ 3 થી 17 સપ્ટેમ્બર દરમિયાન દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09411 કુડાલથી અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર બુધવારે કુડાલ થી 4:30 વાગે પ્રસ્થાન કરી તે જ દિવસે રાત્રે 23.45 મિનિટે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન તારીખ 4 થી 18 સપ્ટેમ્બર દરમિયાન દોડશે. આ ટ્રેન બંને તરફ વડોદરા, સુરત, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માણગાવ, વીર, કરંજાળી, ખેર, ચિપલુણ, સાવડી, આરવલી રોડ, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, આડાવલી, ભીલ, વડે, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, માણગાવ રોડ તથા સિંધુ દુર્ગ સ્ટેશન પર સ્ટોપેજ કરશે.
આ ટ્રેનમાં એસી થ્રી ટાયર, સ્લીપર ક્લાસ, તથા સેકન્ડ ક્લાસના કોચની સુવિધા હશે.

થ્રી ટાયર એસી, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના કોચની સુવિધા

આ ઉપરાંત ટ્રેન નંબર 09424 અમદાવાદથી મંગલુરુ વચ્ચે સત્તા એક ધોરણ છ ફેરા કરશે. આ સાપ્તાહિક ટ્રેન દર શુક્રવારે અમદાવાદથી બપોરના ચાર વાગે પ્રસ્થાન કરી બીજા દિવસે સાંજે 7: 45 મિનિટે મંગલુરુ પહોંચશે. આ ટ્રેન તારીખ 6 થી 20 સપ્ટેમ્બર દરમિયાન દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09423 મંગલુરુથી અમદાવાદ સાપ્તાહિક ટ્રેન દર શનિવારે મંગલુરુથી 22.10 મિનિટે પ્રસ્થાન કરી સોમવારે 2:00 વાગ્યે 15 મિનિટ અમદાવાદ પહોંચશે. આ ટ્રેન તારીખ 7 થી 21 સપ્ટેમ્બર દરમિયાન દોડશે. આ ટ્રેન બંને દિશામાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, પનવેલ,રોહા, માનગાવ, ખેડ, ચિપલુન, સાવડી, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, રાજાપુર રોડ, વૈભવ વાડી રોડ, સાવંત વાડી રોડ, થીવીમ, કરમાલી મડગાવ, કાણ કોણ, કારવાર, અંકોલા રોડ, કુંતા તેમજ સુરતકલ સ્ટેશન પર સ્ટોપેજ કરશે. આ ટ્રેનમાં થ્રી ટાયર એસી, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના કોચની સુવિધા હશે.

Advertisement

આ પણ વાંચો -- Dahod: માતૃભાષા અભિયાન અંતર્ગત દાહોદના શિક્ષક મિત્રોએ શરૂ કરી પુસ્તક પરબ

Advertisement
Tags :
Advertisement

.