વડોદરા : પાદરાના ધોબીકુવા ગામે કપડાં સૂકવવા ગયેલા માતા-પુત્રીને વીજ કરંટ લાગતા મોત
અહેવાલ - વિજય માલી
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ધોબીકુવા ખાતે પરિવાર સાથે રહેતા ઉષાબેન પઢીયારની 19 વર્ષીય પુત્રી નયાનાબેન ગતરોજ બપોરના સમયે કપડાં ધોઈ સીમ વિસ્તારમાં કપડાં સૂકવવા માટે બાંધેલ લોંખડના તાર પર કપડાં સૂકવવા જતા વીજ કરંટ લાગતાં પુત્રી નયનાની બૂમ સંભાળી માતા ઉષાબેન પુત્રીને બચાવવા દોડી ગયા હતા. અને પુત્રીને બચાવવા જતા ઉષાબેન પણ તાર પકડતા તેમને પણ વીજ કરંટ લાગતા માતા પુત્રી બને તાર સાથે નીચે પટકાયા હતા.
ઘટનાના પગલે દોડી આવેલ આસપાસના લોકોએ વીજ કરંટ ઉતરી રહેલ તારને દૂર કરી માતા પુત્રીને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે પાદરા મહૂવડ ચોક્ડી પર આવેલ સહયોગ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં તબીબે માતા પુત્રીને મૂર્ત જાહેર કર્યા હતા. વડું પોલીસે માતા પુત્રીના મૃતદેહનો કબ્જો લઇ પીએમ અર્થે વડું સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કપડાં સૂકવવા ગયેલ પુત્રીને વીજ કરંટ લાગતાં બચાવવા જતા મોતને ભેટેલા ઉષાબેન પઢીયારને સંતાનોમાં ત્રણ પુત્રીઓ છે. જેમાં મોટી પુત્રીના લગ્ન થઇ ગયા છે. અને 19 વર્ષીય મૃતક નયાનાબેન પઢીયારના થોડા સમય અગાઉ જ લગ્ન નક્કી થયા હતા. અને દિવાળી સુધી તેમના લગ્ન લેવાના હતા. જયારે 10 વર્ષની નાની પુત્રી અભ્યાસ કરે છે. વીજ કરંટ થી ઉષાબેન નું મોત નિપજતા 10 વર્ષની માસુમ બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે